________________ ( 18 ). એમ લાગ્ય, રોષ અને વૈરને લીધે તેનાં ગાત્ર કંપવા લાગ્યાં. રોહિણી તરફ મોં ફેરવી આવાસન આપતાં તે બોલ્યો : “તમારૂં આકંદ મારાથી નથી જોઈ શકાતું. હું આ જ ક્ષણે પૃથ્વી ઉપર જઉં છું અને ચંદ્રાવતી જેવી ઉદ્ધત નારીના મદનું મર્દન કરી તમારા પ્રિયતમ પતિ દેવને હમણા જ આ અમર ભૂમિમાં હાજર કરું છું. એક દેવની પાસે દુર્બળ માનવજાતિ કયાં સુધી સ્પર્ધા કરી શકે છે તે હું જોઈ લઈશ.. છે. નાગડ સારથી બીજાં હજાર કામ પડતાં મુકી ચંદ્રાવતીના નિવાસસ્થાન તરફ સડસડાટ ચાલી નીકળ્યો. - ચંદ્રાવતીએ નાગડને દૂરથી જ આવતો જોઈ લીધું. તેણીએ પોતાનું નાગપાશ નામનું તીર તેની તરફ છોડયું અને જોતજોતામાં નાગડ સારથી નાગપાશ વડે ચોતરફથી વીંટળાઈ ગે. તે એક ડગલું પણ આગળ વધવાની શક્તિ ગુમાવી બેઠે. ચંદ્રાવતીમાં આટલું બળ અને શક્તિ હશે તેની કલ્પના સુદ્ધાં પણ ભાગ્યેજ આવી હશે. નાગને નાગપાશથી બાંધી ચંદ્રાવતી નિશ્ચિત મને પોતાની માતા પાસે ચાલી ગઈ. ' - નાગડની બહેન સર્પદુખલાને આ વાતની ખબર પડી એટલે તે બેબાકળી, પોતાના વીરાની હારે દોડી આવી. તેણીએ દૂરથી જ એક તીર છેડી, નાગડના દેહની આસપાસ વીંટળાઈ ગયેલા નાગપાશ તોડી નાંખ્યા. તે જેવો છટ્યો કે રતજ તીર વેગે ચંદ્રાવતીના ઘર તરફ દોટ મૂકી. તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust