________________ ( 15 ) જવાબ તૈયાર ન હતો. તે જવાબ ગોઠવવાની ગડમથલમાં હતે તેટલામાંજ ચંદ્રાવતી એક હરિણની ગતિએ ત્યાં આવી અને અંબડને ઉદેશી બોલી કે –“હું પણ તમારા જેવોજ એક સાથી કયારની શોધતી હતી. ચાલો આપણે દડે રમીએ. અહીં રમવા સિવાય બીજું કંઈજ કરવાપણું નથી હતું.” - અંબડે ચદ્રાવતીના મહે સામે એક દ્રષ્ટિપાત કર્યો. ચંદ્રાવતીએ લેશ માત્ર પણ શરમાયા વિના પોતાની સ્વાભાવિક અમૃતઝરણું વાણીમાં કહેવા માંડયું - જુઓ, રમતના નિયમ પ્રથમ જ જાણું લેવા જરૂરન છે. દડે ઉછાળતાં અને ઝીલતાં જેના હાથમાંથી દડો પડી જાય તે હાર્યો ગણાય અને જે હારી જાય તે બીજાની ચરણસેવા કરે.” ચરણસેવા શબ્દ બોલતાં ચંદ્રાવતી ખડખડાટ હસી પડી. અંબડને આ સરત સ્વીકારતાં સહેજ સંકોચ તો થયો. પણ એક અબળા પાસે શરમાવાનું તેને એગ્ય ન લાગ્યું. તે બોલી ઉ –“ભલે, કબુલ છે એ શરત.” - ચતુર ચંદ્રાવતીને માટે આ રમત છેક નવી ન હતી. તે તો તેમાં પુરેપુરી પાવરધી હતી એમ કહીએ તો કંઈ ખોટું નહીં તેણુએ એક પછી એક સૂર્ય, ચંદ્ર, રાહુ અને મંગળના દડા ઉંચે ઉછાળવા અને ઝીલવા માંડ્યા. એક દડો હજી અર્થે નીચે ન આવ્યો હોય તેટલામાં તે બીજે દડે તેનું સ્થાન લેવા ઉચે ઉછળેજ હોય! સૂર્યને દડે અદ્ધર ઉડે કે તે જ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust