________________ ( 14 ) આ યુવતીની સન્મુખ સૂર્ય, ચંદ્ર, રાહુ અને મંગળના ચાર દડા પડયા હતા. તે વારંવાર ઈચ્છામાં આવે તે દડાને ઉચે ઉછાળી એકલી બેઠી બેઠી મનની મેજ જોગવતી હતી. સૂર્યના પ્રખર તાપથી દશે દિશાઓમાં ઝાકઝમાળ પ્રકાશ પથરાઈ રહ્યો હતો. એ પ્રકાશની અંદર મહારાણી જેવી શક્તિ સ્વરૂપી આ નવયવના બેઠી હતી. . અંબડ આ નારી વિષે કંઈ જ નિશ્ચય ન કરી શક્યા. ને ઉંઘમાંથી ઉઠતો હોય તેમ, વૃદ્ધાને કઈકે પૂછવા જતો હતો. એટલામાં તે વૃદ્ધાએ જ અંબડને કહ્યું - : “ગોરખ ગિનીના આદેશથી શતશર્કરા વૃક્ષનું ફળ લેવા નીકળ્યા છે તો પણ આજ તો તમે અમારા અતિથિ બન્યા છો. અમારી અનુમતિ સિવાય તમે આ દેશમાંથી બહાર નહીં જઈ શકે.” : “એક સ્ત્રી પોતાની ઉપર આવો નિરંકુશ અધિકાર ચલાવે છે તેનું ભાન થતાં અંબડની આંખને એક ખુણો લાલ થયા. વૃદ્ધાએ તે લાગણી જોઈ લીધી. અંબડને શાંત કરવા કૃત્રિમ મીઠાશથી તેણીએ કહ્યું “અહીં ગભરાવી જેવું કંઇજ નથી. જ્યાં સુધી શતશર્કરાવૃક્ષનું ફળ તમને ન લાધે ત્યાં સુધી તમે સુખેથી અહીંજ રહેજે. મારી આ પુત્રી ચંદ્રાવતી પણ તમને કઈ વાતે મુંઝાવા નહીં દે. તમે બને . સાથે રહે અને નિર્દોષ સુખ ભોગવો.” “અબડની પાસે આ આજ્ઞા કે ભલામણનો કંઈજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust