________________ " ( 13 ) એ તેને ભાસ થયે. મહેલની આસપાસનો ગઢ અને દીવાલે સફેદ આરસના જેવી ચકચકી રહી હતી. ધીમેધીમે બને જણ એક વિશાળ આંગણામાં આવીને ઉભા રહ્યાં. તે વખતે આંગણાની વચ્ચોવચ્ચ એક અતીવ સંદર્યવતી નવયૌવના નિ. શ્ચિતભાવે પોતાની કિડામાં તલ્લીન બની બેઠી હતી. તેણીએ. અબડને આવતા જે. પણ વિવેક કે વિનયને એક શબ્દ સરખો પણ ન ઉચચ્ચાર્યો. અંબડે તે ગામના પાદરમાં પગ : મૂકે ત્યારથી જ તે દિગમુઢ જેવો બની ગયો હતો. તેનું કત-- હલ ધીમે ધીમે ઘટવાને બદલે વધતું જ જતું હતું. સંસારના. સમસ્ત લાવણ્યના સારરૂપ આ લાવણ્યવતી યુવતીને નીરખી. ક્ષણવાર તો તે પોતાનું ભાન ભૂલી ગયે. આજ મૃત્યુલેક હોય તો પછી અપસરાઓનો દેશ કેવો હશે તેની કલ્પના કરવા જતાં તેનું મન ચકડોળે ચડયું યુવતીનો વર્ણ જો કે ગીર ન હતો. પણ ગૌર વર્ણની અંદર શ્યામતાની આછી છાંટ કોઈ કુશળ કારીગરે નાખી હોય તેમ તે ગિાર અને શ્યામ વર્ણની ધુપછાંય જેવી દીપી રહી હતી. તેના ભાલની સભાગ્યના ઉદય સરખી કાંતિને માનવી નહીં પણ કોઈ સ્વરા-. જ્યની અધિષ્ઠાત્રી હોય એવું ભાન કરાવતી હતી. તેના વિશાળ નયન અને યુવાનીના ગર્વથી લચેલી દેહ લતા ગીઓના માન–અભિમાન તોડવા માટે જ જાણે ખીલતી હોય એમ કેઈને પણ જોતાંની સાથે જ લાગ્યા વિના ન રહે. તેની કુંભ સમા સ્તન મદનના બાણની પણ મશ્કરી કરતા હોય અને તોફાન જગવતા હોય એમજ લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust