SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ . ( 12 ) 'ઉપહાસ કરતી હોય અને સમસ્ત સંસારની મહારાજ્ઞી હોય એવા દમામથી તે આસપાસ નિહાળતી હતી. તેના મસ્તક ઉપર છત્ર-ચામર વીંઝાતા હતા. તેના હાથમાં રહેલા સોનાનો રાજદંડ સૂર્યના તેજને લીધે ચમકતો હતો. હાથીની આગળ ને પાછળ સ્ત્રીઓનું એક મોટું સૈન્ય અદબથી ચાલતું હતું. આ સ્ત્રીચારાજ્ય જોઈ અંબડ તો છેક આભે જ બની ગયે. તેની વાચા બંધ પડી ગઈ શું બોલવું અને શું ન બોલવું તેનો કંઇજ નિર્ણય તેનાથી ન થઈ શક્યો. પાસે ઉભેલી પેલી વૃદ્ધ ડોશી અંબડની આ વિલક્ષણ દશા જોઈ રહી. સવારી આગળ નીકળી ગઈ એટલે ડોશીએ હળવે રહીને કહ્યું - લોકે જેને અંબડ ક્ષત્રિયના નામથી ઓળખે છે તે તું જ ને? તું આજે અહીં આવવાનો છે એમ હું કયારના યે જાણતી હતી, હવે ચાલ, બીજા કોઈને પુછવા કરતાં મારા પિતાના ગૃહે જ આવી વિશ્રાંતિ લે, અને તારે જે કંઈ પૂછવું હોય તે સુખેથી મને પુછી ખુલાસો મેળવજે.” - અંબડ હૈયામાં હિમ્મત એકઠી કરી સરોવરના કીનારેથી ઊઠીને ઉભે અને પેલાં વૃદ્ધ ડોશીમાની પાછળ પાછળ ચાલ્યો. થોડે દુર ગયા પછી ડોશી એક મહેલના દ્વાર પાસે આવી ઉભી રહી અંબડને મન આ મહેલ ન લાગે. દ્ધિ-સિદ્ધિ ને એક મહાસાગર જ જાણે પૂરમ્હારથી ઉછળી રહ્યો હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy