________________ ( 11 ) અરે પણ સ્ત્રી જાતિને આટલો બધો ભય શા સારૂ રાખવો જોઈએ? સ્ત્રીતિ ગમે તેવી બળવાન હોય તે પણ આખરે તે તે અબળા જ કહેવાય! તેને વશીભૂત કરવી અને પોતાના પગ પાસે નમાવવી એ તે પુરૂને મન કિડા માત્ર જ હોય ! ખરેખર ! તમારા બોલવા ઉપરથી જણાય છે કે આ દેશના પુરૂષે પોતાનું પુરૂષાર્થ ગુમાવી સાવ બાયેલા જેવા બની ગયા છે! સૃષ્ટિને કમજ અહીં પલટાઈ ગયો હોય એમ ભાસે છે! સ્ત્રીનાં દાસ બની જીવતા રહેવું, એના કરતાં મરી જવું એ શું ખોટું છે? ભાઈ ! હું તો ખરું જ કહું છું કે મારાથી આ ઉંધા આચાર જોયા નથી જતા. મારૂં બને તે હું પોતે એકલે પુરૂષના આત્મમાનને જાગ્રત કરી આ સ્ત્રી જાતિના અનાચાર સામે બંડ ઉઠાવું અને તેમના બધા સ્વઈદી અધિકાર પડાવી લઉં.” . “એમ કે? ઓ મુસાફર? બહુ ભારે ગુમાન ધરાવતા લાગે છે? યાદ રાખજે કે આજે તે તું પણ બીજા પુરૂષોની જેમ આ રાજયની રૈયત છે અને તારે પણ આ બધાની જેમ, સ્ત્રીઓની આજ્ઞા માનવી પડશે.” અંબડને ઉદ્દેશી એક વૃદ્ધ સ્ત્રીએ વબાણ છોડયું - અંબડ તેને ઉત્તર આપવા જતો હતો એટલામાં જ રસ્તા ઉપર એક મોટી રાજસ્થારી નીકળી ! આ સ્વારીના. મધ્ય ભાગમાં એક હાથીની સુવર્ણ અંબાડીમાં એક તેજસ્વી નારી બેઠી હતી. તે પોતાની ભ્રકુટી માત્રથી પુરૂષ જાતિને. P.P. Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust