________________ ( 10 ) આ તર્કમાં છેલા ખતો હતો એટલામાં એક પુરૂષ, અખંડ પાસે " આવીને ઉભે રહ્યો. અંબડે પ્રશ્ન કર્યો –“અરે ભાઈ! જરા ખુલાસે કરવાની કૃપા કરશે? અહિં આ પુરૂષ બધા સ્ત્રીઓના જેવા કેમ જણાય છે? સંસારને કેમ જાણે ઉલટાવી નાખવાનું હોય અને કુદરતના નિયમ સામે બળ ઉઠાવવાની તૈયારીઓ ચાલતી હોય એમ મને જે ભાસે છે તે સત્ય છે કે મારી ભ્રાંતિ માત્રજ છે?” પિલા પુરૂષે આ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પોતાના નાક ઉપર આંગળી મૂકી છેક મૈન રહેવાને ઇસારે કર્યો. આથી અંખડની આશ્ચર્યવૃત્તિ શાંત થવાને બદલે ઓર ઉશ્કેરાઈ. તેને થયું કે આ દેશમાં સ્ત્રીઓની શક્તિ એટલી બધી વૃદ્ધિ પામી છે કે પુરૂષો તેમને વિષે વાત કરતાં પણ ધ્રુજે છે. આ વિપરીત આચારનો કોઈની પાસે ખુલાસે કર એ પણ જાણે કે ભયંકર રાજદ્રોહ હોય અને એ સુહાના દંડ તરીકે પુરૂષોને શૂળીએ ચડાવવામાં આવતા હોય એવી ધાક સૌ પુરૂષોના વહેવારમાં તે શેખી જોઈ શક્યો. અંબડે ટુંકામાં જ ખુલાસો કરવાને વધારે પડતો આગ્રહ કર્યો. ત્યારે ડરતાં ડરતાં પેલા પુરૂષે માત્ર એટલું જ કહ્યું કે –“ભાઈ ! અહીં તે માન રહેવામાં જ મજા છે. જે આપણા વચ્ચેની વાતચીત કમભાગ્યે કોઈ સ્ત્રી સાંભળી લે તો તારી ને મારી હેરાનગતિ પાર વિનાની વધી જાય. તમે તમારે એક ખુણામાં બેસી આ બધું જોયા કરે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust