________________ તળાવની પાળને અઢેલી અંખડ બેઠો તો ખરો પણ તેના ભાગ્યમાં જ નિરાંત ન્હોતી લખી. તેણે આસપાસ દષ્ટિ કરી તો એક પછી એક પુરૂષે માથે બહેડાં મુકી પાણી ભરવા આવતા દેખાયા. અબડના આશ્ચર્યને પાર ન રહ્યો. તેને થયું કે કાંતે મારી પોતાની જ જોવામાં કાંઈક ભૂલ થાય છે અથવા તે હું આ સત્ય વિશ્વ નહીં પણ કઈક સ્વમજ નિહાળી રહ્યો છું. પરંતુ તેની આ ભ્રાંતિ લાંબો વખત નનભી. તેને ખાત્રી થઈ કે આ પાણી ભરવા આવે છે તે બધા બરાબર પુરૂષે જ અને તેમના માથે રહેલાં પાત્રો એ બીજું કંઈ નહીં પાણી ભરવાનાજ બહેડાં છે. આ વાત જે સંપૂર્ણ સત્ય હિય તો ખરેખર આ દેશ, પૃથ્વીના બીજા ભાગો કરતાં ઉધા આચાર-વિચારવા જ હોવો જોઈએ. નહિંતર પુષે પોતે ઉઠીને પાણી ભરવા નીકળી પડે એ ન બને. આવો વિચાર કરે છે એટલામાં બીજી તરફથી કેટલીક સ્ત્રીઓ ઘેડા ઉપર બેસી, આમોદ, વિનોદ અને કુતૂહલ કરતી સરોવર તરફ ફરવા નીકળી પડી હોય એવો અદ્ભુત દેખાવ તેની નજરે પડ્યો. અશ્વારૂઢ થયેલી સ્ત્રીઓના મુખ ઉપર લજા, સંકોચ કે વિનયને બદલે પુરૂષોના જેવીજ દ્રઢતા, કરતા અને સત્તાનાં બાહ્ય લક્ષણો સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં. .. પુરૂષો બધા સ્ત્રીઓનાં કામકાજ કરે અને સ્ત્રીઓ બધી પુરૂષોના જેવાં આચરણ કરે તેનું શું કારણ હશે? આ દેશ જ કંઈક ઉંધી ખોપરીવાળો લાગે છે.” આવા આશ્ચર્ય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust