________________ ગિનીએ પોતાની અંતરદૃષ્ટિને પ્રતાપે અંબડની મેરૂપર્વત સમી આ અડગતા બરાબર જોઈ લીધી, અને પ્રથમ આદેશ સંભળાવવા આ પ્રમાણે કહ્યું - અહિંથી પુર્વ તરફની દીશામાં ગુણવદના નામની એક વાટિકા છે અને એ વાટીકાની અંદર શતશર્કરા નામનું એક વૃક્ષ છે એ વૃક્ષનું ફળ લઈ આવ અને મારી પાસે રજુ કર.” એગિનીનો આ આદેશ સાંભળતાંજ અંબડ તેમને પ્રણામ કરી પુર્વ દિશા તરફ ચાલી નીકળે. એ ફળ કેવું હિય અને તેનાથી કેવી ઋદ્ધિ પ્રાપ્ત થાય એ વિષે શંકાને એક પ્રશ્ન સરખો પણ ન પૂછયે. પરાક્રમી પુરૂષોના હૃદયમાં શ્રદ્ધા ને વિશ્વાસ કેવા નિર્મળ ભાવે વાસ કરી રહ્યા હોય છે તે આ ઉપરથી આપ સર્વ જોઈ શકશે. ગુણવદના વાટીકા અને શતશર્કરા વૃક્ષનું સ્મરણ કરતાં અંબડ ત્યાંથી એકદમ ચાલી નીકળ્યો. જતાં જતાં એક સવારે કે કમમંડલ નામના નગરની અગાસીઓ અને અટારીઓ તેણે દૂરથી નિહાળી. આ કોઈ મહા નગર છે અને ત્યાં થોડે વખત વિશ્રામ કરી આગળ ચાલીશ એવો મનસુબો કરી તે ઉતાવળો ઉતાવળા ગામના પાદરમાં શોભતા એક સરોવર પાસે આવી ઉભો રહ્યો. માર્ગની મુસાફરીથી થાક તો લાગ્યો જ હતો. એટલે જળના હિલથી છલકાતા અને આસપાસની વૃક્ષરાજીથી મેહક લાગતા એ તળાવની પાળ પાસે તે હાશ કરીને બેઠો. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust