________________ ( 7 ) છે ત્યારે મારા સાત આદેશમાં પ્રથમ આદેશ સાંભળ. જેમ જેમ એક એક આદેશનો અમલ થશે તેમ તેમ કમે કમે હું તને બીજા આદેશ આપીશ અને તે બધા જે તું યથાર્થ પણે પાલન કરશે તે તારા ઘરમાં વિશ્વની લક્ષ્મી સ્વયં આવીને તારા ધનભંડાર ઉભરાવી દેશે.” ગિનીએ અંખડના અંતરમાં રહેલી આશા અને શ્રદ્ધાને સવિશેષ ઉત્તેજન આપી ખુબ ઉત્સાહીત કર્યો. લક્ષમી મેળવવાની આશા અને નિરાશામાં આજ સુધી મેં ઘણો કાળ વિતાવી દીધો. હવે મને એવી વાતો માત્ર થી શાંતિ વળે એમ નથી. કાં તો મનોવાંછિત સિદ્ધિ મેળવવી અને કાં તો આ દેહનું બલીદાન દઈ દેવું એવી ભીષ્મ પ્રતિજ્ઞા કરીનેજ આપની પાસે આવ્યો છું. હવે વિલંબ ન કરતાં આપને આદેશ સંભળાવી મને કૃતાર્થ કરે.” અંબની એ પ્રમાણેની વ્યગ્રતા અને દૃઢતા નિહાળી ગિનીએ પોતાનો પ્રથમ આદેશ તેની સન્મુખ કહી સંભલાવ્યું. એ આદેશને એકે એક અક્ષર આપ ધ્યાન દઈને સાંભળશે તે આપને ખાત્રી થશે કે ખરેખરા વીર અને સાહસિક સિવાય તેનું પાલન કરવું એ કઈ રમત વાત ન હતી. તે વખતે અંખડ ક્ષત્રિયના હૃદયમાં ઉત્સાહ અને વીરતા ઉભરાઈ રહી હતી. ગમે તે અશકત કે અસંભવિત આદેશ મળે તે પણ તેને પહોંચી વળવા તેણે દરેક પ્રકારની તૈયારી પિતાના મનમાં કરી રાખી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust