________________ (19) ભગવાન મહાવીરની અમૃતવાણી. * એક દિવસે ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં વિશાલાનગરીને વિષે સેમેસર્યા. પિતાના પૂજ્ય ગુરૂના મુખથી આ આનંદ વર્તમાન સાંભળતાં જ અંબડ અતિશય આનંદમાં આવી, પ્રભુના દર્શન અને ઉપદેશ શ્રવણ કરવા અધીરો બન્યો. એકપણ ક્ષણનો પ્રમાદ કર્યા વિના તે પરમાત્મા શ્રી મહાવીરની સેવામાં આવી હાજર થયો. પ્રથમ વિધિપૂર્વક નમસ્કાર કરી ભગવાનની સમિપ બેઠા. મહાવીર પ્રભુએ પોતાની હંમેશની સ્વાભાવિક અમૃતઝરણી, સર્વ પાપ નિવારણ, આનંદદાયિની વાણીમાં ધર્મદેશના આપી. આ ધર્મદેશના સાંભળી અંબડની શ્રી જૈનધર્મ વિષેની શ્રદ્ધા વજલેપ સમી અચળ અને સ્થિર બની. પ્રભુની દેશના સમાપ્ત થઈ એટલે આંબડે વિનયવાણીમાં પ્રભુને ઉદ્દેશી કહ્યું કે:-“હે ત્રિભુવનપતિ ? તે કેવળજ્ઞાનદિવાકર ? હું પોતે આ સંસારસમુદ્રનો પાર પામવા કયારે ભાગ્યશાળી થઈશ ?" શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તર આપે:-“હે અંબડ ! આવતી ઉત્સપિણને વિષે તું બાવીશમ દેવતીર્થકૃત નામને તીર્થકર થશે.” ' એ પ્રમાણે શ્રી મહાવીરના મુખનું વાકય સાંભળી અંબડને કેટલે આનંદ થયે હશે તેની તો આપણે અત્યારે ક૫ના જ કરી શકીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust