SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (10) પુન: ભગવાન ના પાદપદ્મમાં શિર નમાવી અંબડે વિનંતિ કરી કે–“હે વિતરાગ પ્રભો ! મારી વંદના આ૫ નિત્યપ્રતિ અવધારજો.—હવે હું ચંપાનગરી તરફ પ્રયાણ કરવા ભગવાને કહ્યું:–“ચંપાનગરીમાં તારી જ એક સાધમિકા સુલસા નામની શ્રાવિકા વસે છે. તેને તું અમારા ધર્માશિર્વાદ પહોંચાડજે અને અમારીવતી સુખશાતા પૂછજે.” . અંબને આ સંદેશ સાંભળી બહુ આશ્ચર્ય થયું. તેણે વિચાર કર્યો કે આવા સર્વજ્ઞ પુરૂષ જે શ્રાવિકાને અહીં બેઠા સંભારે, અને ધર્માશિર્વાદ મેકલે તે જનધર્મને વિષે કેટલી બધી દઢ આસ્થાવાળી હોવી જોઇએ ? તે ગમે તેમ હો. પણ મારે તો તેની શ્રદ્ધાની બરાબર કોટી કરવી પડશે. પ્રભુનાં વચનને વધાવી લઈ અંબડ ત્યાંથી ચાલી નીક ચંપાનગરી પાસે પહોંચતાં પહેલાં જ તેણે સુલસાના સમ્યક્ત્વની પરીક્ષા અર્થે મનમાં ને મનમાં કેટલીક પેજના નકકી કરીવાળી. . ચંપાપુરીના પૂર્વ તરફના દરવાજા પાસે આંબડે સાક્ષાત્ ચતુર્મુખ બ્રહ્માનું સ્વરૂપ લઈ આસન જમાવ્યું. ધીમે ધીમે નગરમાં આ વાત ફેલાવા લાગી. લોકોને થયું કે ખરેખર ગામના કેઈ અપૂર્વ સદ્ભાગ્યયેગે જ બ્રહ્મા સ્વયમેવ આ - પૃથ્વી ઉપર અને તે પણ આ ગામની જ નજીકમાં આવી ઉતર્યા છે. લોકોના ટોળેટોળાં આ બ્રહ્મારૂપધારી અંબડના P.P. Ac. Gunratnasuri M.S.: Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy