________________ ( 138) ક્ય તે પ્રમાણે જેનધર્મ ઘણે જ ઉપકારક અને કલ્યાણકારી દીસે છે, પણ શિવધર્મ શું તેટલો જ ઉપકારક અને કલ્યાણકારક નહીં હોય? " “કુવાના દેડકાને કુ એજ વિશ્વ લાગે તે એમાં કંઈ આશ્ચર્ય નથી. તે હજી શિવધર્મ જ જે છે. જેનશાસનને પ્રતાપ તે પુરેપુરે નથી અનુભવ્યો. એટલે તને આવી શંકા થાય એ સ્વાભાવિક છે. જેણે વનમાં પણ કઈ દિવસ થી ન ખાધું હોય તેને તેલ પણ અમૃત જેવું જ મીઠું લાગે. તારી પણ લગભગ એવી જ સ્થિતિ છે. પરમાનંદ ન અનુભવ્યો હોય તેને સામાન્ય રમણીયતા પણ બહું ભારે આનંદદાયક લાગે. તે હજી જૈનધર્મનું રહસ્ય નથી સાંભળ્યું, એકવાર અવકાશ મેળવી સદગુરૂ, સદૈવ અને સતધર્મ વિષેના સત્યે તું સાંભળ. પછી તું પિતે જ તારી બુદ્ધિથી તેને નિર્ણય કરી શકશે. " અંબડને એ પ્રસ્તાવ રૂ. તે કેશી ગણધરને વિનંતી કરી પિતાને ત્યાં ધામધૂમપૂર્વક લઈ ગયે. રોજ નિયમિત રીતે ગણધર મહારાજની ભકિત કરતો થકે તેમના મુખનો ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. એ ધર્મોપદેશના પરિણામે તે સબોધ પામ્યો એટલું જ નહીં પણ મોક્ષસુખના નિદાનરૂપ, સર્વસંપત્તિના નિધાનરૂપ અને પુણ્યથી જ પ્રાપ્ત થાય તેવું - સમ્યકત્વ પણ તેણે મેળવી લીધું. સમ્યક્ત્વના મૂળરૂપ શ્રાવકના બાર વ્રત પણ તેણે સ્વીકાર્યા. તે દિવસથી તે બારવ્રતધારીના નામથી પંકાવા લાગ્યો. . P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust . .