________________ (17) રહેવા લાગ્યા. તેઓ જાણે છેક જ અનાથ બની ગયા હોય તેમ સંસારના સર્વ સુખ તેમને ખારા ઝેર જેવા થઈ પડયા. આવી ચિંતામય સ્થિતિમાં તેઓ એક દિવસે પિતાની બત્રીસ સ્ત્રીઓના પરિવાર સાથે વનકિડા કરવા નીસર્યો. સંસાર પ્રત્યેની આસકિત તો બધી ઉડી ગઈ હતી-માત્ર મનને શાંતિ આપવી એજ તેમને ઉદ્દેશ હતો. અશ્વની પીઠ ઉપર બેસી ફરતા ફરતા તેઓ એક સુંદર કુંજ પાસે આવ્યા ત્યાં તેમને, પૂર્વના કોઈ મહાન પુણ્યદયને લીધે એક પરમ તપસ્વી અને સ્વાભાવિક મુનિરાજના દર્શન થયાં. મુનિદર્શન થતાં જ તેમના રોમેરોમમાં પ્રવ્રુતા વ્યાપી ગઈ. જાણે ઘણા જુના સમયથી ગુમાવેલી સંપત્તિ પુનઃ પ્રાપ્ત થતી હોય તેમ ઉલ્લાસનો વિદ્યુતું પ્રવાહ સારા શરીરમાં ફરી વ. તેઓ ઘોડા ઉપરથી એકદમ નીચે ઉતર્યા અને મુનિવ- . ૨ને ગંગ૬ હૃદયે પ્રણામ કર્યા. | મુનિવરનું નામ કેશીગણધર હતું. તેમણે અબડના વહેવાર ઉપરથી જોઈ લીધું કે આ કોઈ પવિત્ર અને પરાક્રમી પુરૂષ છે. યોગ્ય પાત્ર સમજી ગણધરે સર્વ શાસ્ત્રના સારરૂપ તાત્ત્વિક ઉપદેશ આપે. એ ઉપદેશનો એકેએક અક્ષર અંબડના હૃદયમાં આરપાર ઉતરી ગયે. જીંદગીભર અંધારામાં રહેલ માણસને સૂર્યનો પ્રકાશ જેવો આહલાદક લાગે તેમ એ ઉપદેશ પણ તેને છેક અપૂર્વ જેવો લાગ્યો. કેશી ગણધરનું ધર્મપ્રવચન સમાપ્ત થયું એટલે અંડે વિનયપૂર્વક જીજ્ઞાસા કરી કે –“હે ભગવન ! આપે ઉપદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust