SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (13) વસવા છતાં તેણે એક દિવસ પણ પ્રમાદ ન કર્યો. જે ગોરખ ચેગિનીના પ્રતાપે તે આટલી ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવવા ભાગ્યવંત થયો હતો તે ગિનીને ત્રણે કાળ નિયમિત વંદન કરવા જતો. મારા પિતા–અંબડ ઉપર એ ચેગિનીની એટલી બધી કૃપા વરસવા લાગી કે તે તેમને વિદ્યાસિદ્ધ અંખડ શિવાય બીજા નામથી ભાગ્યે જ સંબોધન કરતાં. | મારી માતાનું નામ ચંદ્રાવતી હતું. હું જ્યારે આઠ વરસની ઉમરનો હતો ત્યારે જે એક ઘટના બનેલી તે હજી મને બરાબર સ્મરણમાં રહી છે. તે વખતે ગિનીએ પિતાની ધ્યાનકુંડલી નીચે રહેલા હરિશ્ચંદ્ર રાજાને ધનભંડાર મારા પિતાને બતાવ્યા–એ ભંડારની ઉપર વૈતાલ નામના સંરક્ષક સતત ચોકી કરતો. એ વૈતાલે પોતે જ પ્રસન્ન થઈને ગિનીની હાજરીમાં મારા પિતાને એ ધનભંડાર સમપી દીધે પછી તે મારા પિતાએ પણ યોગિનીના કહેવાથી ધરણેન્દ્ર ચૂડામણિવાળું રત્નમય સિંહાસન એ વૈતાલને સમગ્યું. એટલું જ નહીં પણ પેલો સુવર્ણપુરુષ પણ એ જ ભંડારમાં સ્થાપિત કર્યો. આજે પણ એ બધું પૂર્વવત સુરક્ષિત છે. મારા પિતાએ પિતે જ મને આ વાત કહી હતી એટલે એ વિષે કોઈને. કંઈ જ શંકા લઈ જવાનું કારણ નથી. જ કાળધર્મ પ્રમાણે ગોરખ ગિની સ્વર્ગ સંચર્યા. મારા પિતાના હદય ઉપર એની બહુ માઠી અસર થઈ, તેઓ ગિનીના અવસાન પછી હંમેશા ચિંતા અને ગમગીનીમાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy