________________ ( 134) ગયા. સુભટને પાછા આવતાં બહુ વિલંબ થવાથી રાજાએ પિતાના ખાસ સેનાપતિને રવાના કર્યો. સેનાપતિને જોતાં જ અંડે વિકરાળ વૈતાલનું રૂપ ધર્યું ! બિચારે સેનાપતિ ત્યાંથી મેંઠી વાળીને એવો નાઠે કે માંડમાંડ રાજાની પાસે જઈને છુટકારાનો દમ ખેંચ્યા. : ( આ પ્રમાણે એક ગીને લીધે ઉત્પાત મચેલે જોઈ રાજા પોતે પોતાના સૈન્ય સાથે ધસી આવ્યું અને પહેલી જ તકે અંબડ સામે પિતાનું બાણ છેડયું ! અંબડ, રાજાના એક એક બાણને પોતાની વિદ્યાના પ્રભાવથી થંભાવવા લાગ્યા. રાજાને થયું કે ખરેખર આ પુરૂષ કેઈ સામાન્ય માણસ નહીં પણ મહાન સિદ્ધપુરૂષ જ હોવો જોઈએ. રાજા આવો વિચાર કરી રહ્યો છે એટલામાં તો આંબડે સ્તંભન વિદ્યાની સહાયથી રાજાને પુતળા જે સ્થિર બનાવી દીધો, પછી અંબડે તેની પાસે જઈ ગેરખ યોગિનીના આદેશ પ્રમાણે, રાજાના મુકુટને વિષે રહેલું પેલું વસ્ત્ર લઈ લીધું. ના પિતાના પિતાને કેઈ એક ગીએ થંભાવી દીધો છે એવી જાણ થતાં રાજકુંવરી એકદમ ત્યાં આવી પહોંચી. તેણી પેલા ચગીને અતિ વિનયી વાણીમાં કરગરવા લાગી કે - “હે ગીરાજ! કૃપા કરીને મારા પિતાને છૂટા કરે! અમારા અપરાધ માફ કરો !" કુંવરીની પ્રાર્થના સાંભળી આંબડે રાજાને અને તેના અનુચરોને છુટા મુકી દીધા.. રાજાને પોતાની ભૂલ સમઝાઈ તે જોઈ શકો કે જેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust