________________ (132) વિગેરેથી વધાવ્યો. સારૂં મુહર્ત જોઈ રાજા ધરણે દ્ર ચુડામ. ણિએ પોતાની મદનમંજરી નામની પુત્રી અંબડ વેરે પરણાવી અને લગ્નાદિ ઉત્સવમાં ખૂબ ધામધૂમ કરી પોતાની કૃતજ્ઞતા બતાવી આપી. * કરીયાવરમાં હાથી–ઘોડા–પાલખી વિગેરે અસંખ્ય કીમતી વસ્તુઓ અંબડને મળી. તે ઉપરાંત ધરણેન્દ્રદેવે આપેલું ચંદ્રકાંત મણિવાળું સિંહાસન પણ રાજાએ અંબડને જ અર્પણ કર્યું. તે પછી કેટલાક દિવસો ત્યાં ને ત્યાંજ સુખભેગમાં નીકળી ગયા. આંબડે વિદ્યાધરોના સહવાસનો લાભ લઈ બીજી પણ કેટલીક નવી વિદ્યાઓ શીખી લીધી. ત્યારબાદ મદનમં.જરીને સાથે લઈ અંબડ સોપારકનગારને વિષે આવ્યા. ત્યાં કેટલાક ઉપરાઉપરી ચમત્કારો કરી લેકનાં મન જીતી લીધાં. . પરંતુ જે કાર્યને માટે તે આવ્યા હતા તે કાર્યની સિદ્ધિ તો દૂર ને દૂર જ રહી ગઈ ! અંબડ આ પ્રમાણે વિલંબ થતો જોઈ મનમાં ને મનમાં મુંઝાવા લાગ્યા. . એટલામાં વસંતઋતુની વધામણી આવી પહોંચી. કેકીલાએ આંબાની ડાળમાંથી પંચમસ્વર પુકારી વસંતનું સ્વાગત કર્યું. રાજા અને તેના અનુચરો વિગેરે વસંતનું આગમન ઉજવવા ઉદ્યાનમાં આવી વસંતકિડા કરવા લાગ્યા. તેમની સાથે રાજપુત્રી સુરસુંદરી પણ વસંત માણવા ઉદ્યાનમાં આવી. રાજભુવનમાં દાખલ થવાની કડાકૂટમાંથી અંબડને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust