________________ ( 11 ) એકવીસ દિવસના ઉપવાસ થયા–અને કંઠે પ્રાણ આવવા જેવી દશા થઈ ત્યારે ધરણેન્દ્રદેવે સ્વપ્નમાં આવી રાણીજીને કહ્યું: હે સુંદરી! તારી પતિતિ અને ધર્મશ્રદ્ધાથી હું પ્રસન્ન થયો છું. તારા પતિને જે સુખે જીવતો રાખવો હોય તો તેનો હવે માત્ર એક જ ઉપાય બાકી રહ્યું છે. સાંભળ: પારકપુરની પાસે આવેલી દેવબ્રહ્મ નામની વાડીમાં શ્રીફળ તોડવા સારૂ અંખડ નામનો એક સિદ્ધ પુરૂષ આવ્યો છે, તે પુરૂષને તું અહીં બોલાવ. તે જ એક એવો પુરૂષ છે કે જે તારા પતિનો કુષ્ટરોગ દૂર કરી શકશે.” આપને અહીં શા સારૂ બોલાવવામાં આવ્યા છે તે હવે એ ઉપરથી આપ જોઈ શકશો. આ જે અગ્નિકુંડ જોવામાં આવે છે તે કુંડની અંદર થઈને લક્ષમીપુર જવાનો સીધે માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આપણે પણ એજ રસ્તે ત્યાં પહોંચી શકીશું.” અંબડે હંસરાજાની સાથે આવીને જોયું તો ખરેખર પેલો પ્રભાવશાલી રાજા કોઢના રેગથી રીબાઈ રહ્યો હતો. અંબડે રાજાની પાસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની તથા ચરણે દ્રદેવની સરસ પ્રકારે પૂજા કરાવી અને દાન-પુણ્યાદિ વિધિ વડે તેનાં પાપ ધોઈ નાખ્યાં, તે પછી મંત્રેલું થોડું પાણી પાઈ રાજાને હતો તે નિરોગી બનાવી દીધું. શહેરમાં ઘેર ઘેર ઉત્સવ મંડાયા. પટરાણીએ અંબડનો અંત:કરણપૂર્વક : ઉપકાર માન્ય અને બીજી રીતે પણ સન્માન–ઉપહાર–ભક્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust