SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ( 129) અંખડની વિનંતિથી તેઓ બંને જણા ચૈત્યને વિષે ગયા. શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર–કાંતિમય પ્રતિમાજી જોતાંજ અંબડનો ભક્તિસાગર સહસા ઉછળી આવ્યું. હંસભૂપ નૃપતિને પૂછયું કે;–“રાજન ! આ દેવનું લક્ષણ તો આપ જાણતા જ હશે! મને કૃપા કરીને એ વાત સમજાવશે?” હંસ રાજાએ પાર્શ્વનાથ પ્રભુના જનમથી લઈ નિર્વાણ સુધીનું સર્વ પ્રભાવશાલી જીવનવૃતાંત અંબડને સંભળાવ્યું. અને ઉપસંહાર કરતાં કહ્યું કે–“દુનીયામાં દેવ–દેવીઓ તો પાર વિનાનાં છે. પણ જે દેવને કોઈ માન-માયા-લોભ–આદિ અંતરંગ વેરીઓનો લેશ માત્ર પણ સંગ ન રહ્યો હોય એવા દેવ તો કેવળ જનદેવ જ હોય છે ! તેમને બીજા દેવ–દેવીએની જેમ હાસ્ય, ગીત, કાંતા કે પુત્ર-મિત્ર કે શત્રુ જેવી કેઈ ઉપાધિ નથી હોતી. પ્રાણીમાત્રને તારવાનું સામર્થ્ય જેવું જીદેવમાં છે તેવું અન્ય કોઈમાં નથી હોતું.” આ પ્રમાણેનું મામિક વિવેચન સાંભળી અંબડનાં અંતરદ્વાર ઉઘડવા લાગ્યાં. તેણે પોતે પણ સર્વજ્ઞ દેવનું સ્વરૂપ સભ્યપણે અવધારી તેમનું સ્તવન કર્યું. તે ઉપરાંત પ્રભુની આગળ નૃત્ય-ગીત કરી પિતાની ભક્તિની ઉછળતી ઉમી એ પ્રકટ કરી. - બડના મુખની રેખાઓ ઉપરથી જ દેખાઈ આવ્યું કે તેને શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્ર શ્રવણ તથા દર્શનથી ભારે - સંતોષ અને સુખ ઉપજ્યું હતું. તેને આ પ્રકારના આનંદ-ઉ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy