SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ( 128) ખાસ સ્વર્ણમય જીનમંદિર બંધાવી આપ્યું છે એટલું જ નહીં પણ તેની અંદર પ્રભાવશાલી, સર્વ વિદનોને નિવારવા શક્તિશાલી એવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની એક પ્રતિમા પણ તેણે જ પધરાવી આપી છે.” - પ્રતિમાજીની પૂજા-ભક્તિ પણ રેજ નિયમિત રીતે થતી હશે.” આંબડે વધારામાં જાણવા ઈછયું. - “અરે, ધરણેન્દ્ર દેવે પોતે જ એવી આજ્ઞા ફરમાવી છે કે સોળ વર્ષની ઉપરને કોઈ પણ વિદ્યાધર પ્રભુની પ્રતિમાના. દર્શન કર્યા વિના આહાર ન લઈ શકે. પર્વતિથિના દિવસોમાં તે જે કોઈ પાર્શ્વનાથ પ્રતિમાને નમસ્કાર કર્યા વિના ભૂલેચકે પણ ખાઇ લે તો તે પોતાની સઘળી વિદ્યાઓથી ભ્રષ્ટ થાય જ, તેની સાથે તે કઢના યંકર રોગથી પણ દુ:ખી થયા વિના ન રહે.” રાજા ધરણેન્દ્ર ચુડામણિ પાસે ચંદ્રકાંત મણિવાળું જે અનુપમ સિંહાસન છે તે પણ એ જ ધરણેન્દ્ર દેવે સમગ્યું છે. આજે તમે જે સ્નાત્ર, નૃત્ય–ગાન-ઉત્સવ વિગેરે જુઓ છો તેનું એક કારણ છે કે આજે અષ્ટમીનો પવિત્ર દિવસ હોવાથી સર્વ વિદ્યાધરો સાથે મળી પ્રભુની પૂજા-ભક્તિ-ઉપાસના કરી રહ્યા છે, " અબડના મનની મુંઝવણ ધીમે ધીમે ઓસરાવા લાગી. તેણે કહ્યું: “મને એ પ્રતિમાજી તથા મંદિરના દર્શન કરાવશે ? " . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy