________________ ( 126 ) આ દુઃખદાયક વાતો ધીમે ધીમે વિદ્યાધરોના કાન સુધી જઈ પહોંચી. તેમને પણ, એક પુરૂષના પેટમાં ગર્ભ રહ્યાની વાતથી ઘણી નવાઈ લાગી. તેમણે નિર્ણય કર્યો કે ગમે તેમ કરીને પણ આપણે બિચારા ભેળા રાજાને આ દુ:ખથી છોડાવો જોઈએ. એક વિદ્યાધરે કહ્યું:–“એ દુ:ખ ટાળવાનો મને તે એક . રાજમાર્ગ દેખાય છે. રાજા જે ધરણેન્દ્ર દેવની આરાધના કરે તો આંખના એક પલકારામાં આ બધી ઉપાધિ ટળી જાય.” * બીજા વિદ્યારે પોતાનો અભિપ્રાય આપે. કે - “આજે તે એ રાજા એટલે બે બેશુદ્ધ છે કે તેની દ્વારા ધરણે દ્રદેવનું સ્મરણ કરાવવું એ પણ અશકયવત્ છે.” . શિવંકર નૃપને ભાઈ તે વખતે ત્યાં ઉપસ્થિત હતે. તેણે પોતાના ભાઇનાં સુખ તથા કલ્યાણને માટે ધરણેનું ધ્યાન ધરવાની કબુલાત આપી. અંત:કરણપૂર્વકની આરાધના કેઈ દિવસ પણ નિષ્ફળ ન જાય. સાતમે દિવસે ધરણેન્દ્રનું આસન ડગ્યું, તેણે પોતે પ્રત્યક્ષ થઈ આવી ઉગ્ર આરાધના આદરવાનું કારણ પૂછયું. તેના ઉત્તરમાં શિવંકરના ભાઈએ જણાવ્યું કે-“હું બીજી કંઈ ઋદ્ધિ કે સમૃદ્ધિ માટે આપનું આરાધન નથી કરી રહ્યો. મારા ભાઈની વેદના દૂર થાય એટલું જ હું આપની પા વિનીતભાવે યાચું છું.” ધરણેન્દ્ર એ દુઃખ અને દુ:ખનાં કારણ બરાબર જાણી લીધાં. પછી તે - શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનું સ્નાનજી લઈ આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust