________________ (15) તેના મનોરથ ન ફળ્યા. એક દિવસે વિશ્વદીપક નામના તપસ્વીએ રાજાની ભક્તિથી પ્રસન્ન થઈ તેને એક ફળ આપ્યું અને આ ફળ તમે તમારી સ્ત્રીની સાથે બેસી આરોગશે તો જરૂર તમને પુત્ર થશે.” એમ કહી રજા લીધી. . . : શિવંકર રાજાએ એક મૂખોઈ કરી. તેણે પોતાની સ્ત્રીની સાથે એ ફળ ખાવાને બદલે, એકલાએ જ ખાઈ લીધું. તપસ્વીના મંત્ર કેમ નિષ્ફળ થાય ? મંત્રના પ્રભાવ પાસે પુરૂષ કે સ્ત્રીના ભેદ નથી ટકી શકતા. થોડા દિવસ વીત્યા એટલે રાજના પેટમાં ભારે દુ:ખાવો થવા લાગ્યો. વિદ્યોએ આવી નિદાન કર્યું તો રાજીના પેટમાં ગભ રહ્યો હોય એવી સોની ખાત્રી થઈ. અરેરે! કર્મને વિપાક પ્રાણીમાત્રને કેટકેટલી રીતે કનડે છે? કર્મ જ આ સંસારમાં આટલીબધી વિચિત્રતાઓ જન્માવે છે, કર્મની જ મહાશક્તિ રાજાઓનાં રાજપાટ ઉથલાવી નાખે છે, પુરૂષોને સ્ત્રી જેવાં કંગાળ બનાવી દે છે અને એ જ કર્મશક્તિ કલપનામાં પણ ન આવે એવા પ્રસંગે જન્માવે છે.' - રાજા હવે કોઈને પિતાનું મહે બતાવી શકે તેમ ન રહ્યું. તે ઉદરની પીડાથી રીબાતો રીબાતા પિતાના ધવલગૃહની અંદરજ પડી રહેવા લાગ્યા. વખત જતો ગયો તેમ એ ઉદરવ્યાધિ ઘટવાને બદલે નિરંતર વૃદ્ધિ પામતો ચાલ્યો. પ્રજામાં પણ બધે અરેરાટી પ્રસરી ગઈ. સૌને ખાત્રી થઈ કે હવે રાજા આ અકુદરતી ઉપાધિને લીધે લાંબું આયુષ્ય નહીં ભેગવી - શકે. સાત મહીના થયા એટલે તો રાજાને અને મૃત્યુને માત્ર બે તસુનું જ છેટું રહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust