________________ (13) એટલામાં વાંદરાએ જ કહેવા માંડયું:–“આ બાગની દક્ષિણ બાજુએ તું બગિરિ નામના એક પર્વત છે, અને એ પર્વતની ઉપર એક મનહર આમ્રવૃક્ષ છે. પહેલાં એ વૃક્ષનાં ફળ લઈ આવ, પછી તું ખુશીથી આ વૃક્ષનાં ફળ તોડી શકશે.” વિસ્મય પામેલો અંબડ, વિનોદની ખાતર તુંબગિરિ પર્વત ઉપર આવેલા આમ્રવૃક્ષ પાસે પહોંચ્યા. ત્યાં જઈને જેવો તે ફળ તોડવા જાય છે એટલામાં તો છેક નજીક લાગતી ડાળી જાણે ઉચે ને ઉંચે જતી હોય એમ તે સ્પષ્ટ જોઈ શકે. પૃથ્વી સાથે લગભગ વાત કરતી ડાળીઓ પણ અંબડના હાથને સહજ સ્પર્શ થતાં જ રીસાઈ જતી હોય તેમ દૂર ને દૂર જ રહેવા લાગી. અબડ મુંઝાયે તો ખરો, પણ તે કાયરની જેમ કંટાળીને મુકી દે તેવા કાચ પુરૂષ ન હતો. તે છલાંગ મારી વૃક્ષ ઉપર જ ચડી બેઠો. તેની સાથે એ વૃક્ષ પણ મૂળ સાથે સડસડાટ કરતું આકાશમાગે ત્વરિત ગતિએ ઉડવા લાગ્યું. ફરતું ફરતું એ વૃક્ષ નંદનવનમાં જઈને ઉભું રહ્યું. વૃક્ષને. સ્થિર થએલું અનુભવી અંબડ થાપાક નીચે ઉતર્યો, અહીંઆ આટલે દૂર આવવા છતાં પણ આશ્ચર્યમય જગતું તેની જ રાહ જોતું બેઠું હોય એમ તેને લાગ્યું. તે સ્થળે એક બાજુએ અગ્નિકુંડ સળગતો હતો, એક, પછી એક એમ વિવિધ રૂપ—અલંકાર વડે દીપતી યુવતીઓ વારંવાર આવ–જા કરી રહી હતી. મૃદંગ અને વીણાના સુરતાલથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. અંબડ આ પરિસ્થિતિને. અર્થ સમજવાનો પોતાની મેળે પ્રયત્ન કરતો હતો તેટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust