SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ આદેશ આપના છ આદેશ તો મેં બરાબર પાળ્યા છે. હવે છેલ્લો એક જ આદેશ બાકી છે તે સુખેથી ફરમાવે.” . . “દક્ષિણ દિશામાં સોપારક નામનું નગર છે. ત્યાં ચંડીશ્વર નામનો રાજા રાજ્ય કરે છે. તેના મુકુટમાં જ એક વસ્ત્ર રહેલું છે તે લઈ આવ.” ગોરખ ગિનીએ વીર અંબડને એ પ્રમાણે સાતમ આદેશ સંભળાવ્યો. - અંબડ લેગિનીને નમસ્કાર કરી પારક નગર ભણી ચાલી નીકળે. માર્ગમાં એક સુંદર વન આવ્યું. અસંખ્ય વૃક્ષ-લતાઓ ફળ-ફૂલના ભારથી લચી રહી હતી. તેમાંય એક વૃક્ષ તો મનહર ફળથી એવું તો રળીયામણું લાગતું હતું, કે કઈ પણ પ્રવાસીને તેના તરફ આકર્ષણ થયા વિના ન રહે. અંબડે એ વૃક્ષ આહલાદપૂર્વક નીરખ્યું. અજાણ્યા વૃક્ષનું ફળ નહીં વાપરવું જોઈએ એ સિદ્ધાંત જાણવા છતાં અંબડ પિતાની મનોવૃત્તિને અંકુશમાં રાખી શક્યા નહીં. તે પોતાનો હાથ લંબાવી એક ફળ તોડવા જતો હતો, એટલામાં એ જ વૃક્ષની શાખામાં છુપાઈ રહેલે એક વાંદરો બોલી ઉઠ:– “હે સહુરૂષ! તને ફળ તોડવાની હું ના નથી પાડતો, પણ તેનું પરિણામ સારૂં નહીં આવે.” અબડની મીઠી આશા . ઉપર જાણે કુહાડાને કારમે ઘા પડયો હોય તેવી તેને વેદના થઈ. તે પેલા વાંદરાને કઈક જવાબ આપવા જતો હતો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy