________________ મારા એક પુરોહિતની દેવાંગના જેવી પુત્રી કમભાગ્યે મૃગલી બની ગઈ છે તેને ઉદ્ધાર કરો તો હું અને મારે પુરોહિત પણ આપના સદાને માટે દાસનુદાસ બની રહીશું.” બનતાં સુધી તે અમે એવી સાંસારિક ખટપટમાં નથી પડતાં, છતાં તમારો આગ્રહ જ હોય તો ચાલો આપણે એ સોમેશ્વર પુરોહિતને ત્યાં જઈ એ વિષે નિર્ણય કરીએ.” આંબડે રાજાના હૃદયની અનંત આશાના તાર ઝણઝણાવ્યા. - સોમેશ્વર પુરોહિતને ત્યાં જઈ અંબડે મૃગલીરૂપ ચંદ્રકાંતાનું બરાબર નિરીક્ષણ કર્યું અને રાજાને સંબોધીને કહ્યું કે –“આ ચંદ્રકાંતાને પ્રથમની જેમ યુવતી બનાવવી એ શક્ય છે. પણ સહજ વાત નથી. જો મને તેના બદલામાં કંઈક મળી શકે તેમ હોય તો પ્રયત્ન કરી જોઉં. " - “આપ જે માગશે તે આપીશું.” રાજાએ ગંભીર ભાવથી જવાબ આપે. : “હું કેઈ અસંભવિત વસ્તુ નહીં માગું. મને તે આ પુરોહિતના ઘરમાં રહેલ સર્વાર્થસિદ્ધિ નામનો દંડ મળે તે પણ મારે માટે ગનીમત છે.” આંબડે લાગ જોઈ પિતાનું તીર છેડયું. રાજા અને પુરોહિતને માટે અત્યારે કઈ વસ્તુ અદેય ન હતી. તેમણે અંબડની માગણી કબુલી. પછી અંબડે પણ પેલી લાલ નેતરની સેટી ચંદ્રકાંતા ઉપર ઉગામી, મંત્રોચ્ચાર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust