________________ ભેળવી દીધુ સખીઓએ ભેજનાદિકથી નિવૃત્ત થઈ જેવાં પાને ચાવવા માંડયાં કે તરત જ તે ત્રણે સખીઓ મૃગલીઓ બની ગઈ ! સારી યે પાતાળભૂમિમાં, આ સમાચાર સાંભળી, હાહાકાર થઈ રહ્યો. બડને રસ્તે ધીમે ધીમે સાફ થવા લાગ્યો. તેણે મૃગલીરૂપી ચંદ્રકાંતાને લઈ નગર તરફ પ્રયાણ કર્યું અને તેણીને તેના બાપને ત્યાં પહોંચાડી દીધી. પુરોહિતને જ્યારે ખબર પડી કે પોતાની પ્રિય પુત્રી કર્મસંયોએ મૃગલી બની ગઈ છે ત્યારે તેનું અભિમાનથી ઉછળતું ગરમ લેહી ઠંડુગાર બની ગયું. રાજાના જાણવામાં એ વાત આવી એટલે તે પણ બીજા હજાર કામ પડતાં મુકી પિતાના પુરે હિતને ત્યાં જવા ચાલી નીકળે. માર્ગમાં જતાં જતાં રાજાએ અંબડને બળદ વિનાનું ગાડું હાંકતા જે. ઘડીભર તો રાજ આશ્ચર્યમુગ્ધ બની તેની સામે તાકી રહ્યો, પછી તેણે અંખડની પાસે જઈ પૂછયું: “હે સિદ્ધપુરૂષ ? આપ કઈ દેવ અથવા વિદ્યાધર હો એમ જ લાગે છે ! એ સિવાય બળદ વિનાનું ગાડું ચલાવવાની બીજા કેઈમાં તાકાત ન હોય ! કૃપા કરીને કહે કે આપ કોણ છે?”. “તમારું અનુમાન સત્ય છે. હું એક વિદ્યાધર છું” એમ કહી અંબડે પિતાનું ત્રિભુવન મેહક સ્વરૂપ પ્રકટ કર્યું લોકોને આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. આ રાજાએ અંબને સંબધી કહ્યું:–“હે સિદ્ધપુરૂષ! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.