________________ (118 આ તે તમારું અભિમાન ભવિષ્યમાં તમને ન નડે એટલા સારૂ તેનાં મૂળ ખેડી રહ્યો છું, હવે તો એક સરતે આ ગાડું આગળ ચાલવા દઉં–વગર બળદ ગાડી હાકવાની વિદ્યા મને શીખવો.” અંબડના બાણ જેવા શબ્દો બે સખીઓનાં કાળજાંમાં ઉંડાં ઉતરી ગયાં. તેમણે એ વિદ્યા અંબડને શીખવી અને અંબડપણ તેમને પાતાળપુરીમાં, વાસવદત્તાના આવાસ પાસે લઈ આવ્યું. વાસવદત્તાએ પિતાની સખીઓને સારે સત્કાર કર્યો. તેણીએ ફળ-ફૂલ વિગેરેની જે ભેટ ધરી તે બધી ભેટો ચંદ્રકાંતાએ અબડની પાસે સવિનય ઉપસ્થિત કરી. ચંદ્રકાંતાને આ વિનય અને ભક્તિભાવ જોઈ વાસવદત્તાએ પૂછ્યું:“આ નવીન પુરૂષ કોણ છે?” અમારો નવો સારથી છે.” ચંદ્રકાંતાએ સંક્ષિતમાં જ પતાવ્યું એ જ પાતાળપુરીમાં નાગશ્રી નામની તેમની બીજી એક સખી પણ રહેતી હતી. તેણીના આગ્રહથી તે ત્રણે સખીઓ અંબડ સાથે નાગશ્રીને ત્યાં ગઈ. નાગશ્રીએ પિતાની બહેનપણીઓને સારે આવકાર આપે, અને તેઓ પરસ્પરના કુશળ વર્તમાન પૂછી અલક–મલકની વાતો કરવામાં ગુંથાયાં. બીજી તરફ અંબડે એ સિાને માટે પાનની બીડીઓ તૈયાર કરવા માંડી, અને કેઈ ન જાણવા પામે તેવી હાથ ચાલાકી વાપરી દરેક પાનપટ્ટીની અંદર પેલું ફળનું ચુર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust