________________ (117) કામ કરવાનું વચન આપ્યું છે, પણ બળદવિના ગાડી શી રીતે ચલાવવી ? " * * અંબડની આ પ્રકારની મુંઝવણ સાંભળી અને સખીઓ ખડખડ હસી પડી, ચંદ્રકાંતા બોલી:–“ બળદ હોય તો ન્હાનું કરૂં પણ ગાડી હાંકે, આ તે રેતીમાં વ્હાણ હાંકવાના છે કેમ, બની શકશે ને ?" અંબડ પણ આ મસ્તીખોર સખીઓને એક પાઠ ભણાવવા માંગતો હતો. તેણે કહ્યું -" બળદ વિના આ જરી–પુરાણું ગાડું આપણાથી તો નહીં હંકાય !" * ચંદ્રકાંતા અભિમાનપૂર્વક બોલી:–“તમે નિશ્ચિંત થઈને એકવાર આ ગાડી ઉપર બેસી જાઓ. અમારામાં કેવા પ્રકારનું બળ છે તેની હવે તમને ખાત્રી થશે.” અંબડ મુંગે મોઢે ગાડી ઉપર બેઠે. ચંદ્રકાંતાએ પોતાની વિદ્યાના જોરથી ગાડીને અદ્ધર ઉડાડવાનો ઘણેય પ્રયત્ન કર્યો, પણ કાદવમાં પૈડાં ખુંતી ગયા હોય તેમ તે ગાડી જરા પણ ન ખસી. ચંદ્રકાંતા અને પુત્તલિકા પણ મુંઝાણી. તેમના અભિમાન ગળી ગયાં. અંબડે આ તકનો લાભ લેવાના ઈરાદાથી કહ્યું“ક્યાં ગઈ તમારી વિદ્યા ? કયાં ગયું તમારું અભિમાન ? " સખીઓને ખાત્રી થઈ કે પોતાની વિદ્યાને વ્યર્થ બનાવનાર આ પંચશીર્ષ પોતે જ ગાડી થંભાવીને બેઠે છે. તેઓ કરગરીને કહેવા લાગી કે - હે દેવપુરૂષ ! નાહકના અમને શા સારૂ પજવે છે ?" . “કેઈને પજવણી કરવી એ મારા સ્વભાવથી વિરૂદ્ધ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust