________________ ( 114) સમરસિંહને મળી. સમરસિંહ એતો આ અણધાર્યા વિજયથી ભારે આનંદમગ્ન થયા હતા અને તે ઉપરાંત ઘણા વખતથી વિખુટી પડેલી બહેન આવી મળી તેથી તેને અનવ આનંદ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. રત્નાવતીએ અંબનો પરિચય પણ પિતાના ભાઈને કરાવ્યો. સમરસિ હે ભારે ધામધમ સાથે સંબડનું સામૈયું કર્યું અને પોતાની બહેન પણ વધિપૂર્વક પરણાવી. - એક રાત્રાધે રત્નાવતીને સૂતી મૂકીને અંબડ ગગનમાર્ગ કુમકોડ નગરના પાદરમાં જઈ પહોંચ્યા. પ્રાત:કાળને બહ વાર ન હતી. અંબડે ત્યાં જઈને, સોમેશ્વર બ્રિજનું ઘર શોધ વાની હીલચાલ શરૂ કરી. ભાગ્યયોગે એક માણસ મળે તેને અંબ પૂછ્યું; " આ ગામમાં સોમેશ્વર મહારાજ ક્યાં રહે છે?” પિલા રાહદારીએ જવાબ આપ્યો કે:–“ અહીં સોમે તમારે કયા સોમેશ્વરનું કામ છે?” અંબડ આ પ્રશ્નનો ઉત્તર આપવા તૈયાર ન હતો. તેથી તે નિરાશ થઈ પ્રાત:કાળ થતાં સુધી પાસે આવેલા કામદેવ-ચક્ષના મંદિરમાં જઈને બેઠો. - ડીવાર થઈ એટલે એજ મંદિરમાં એક યુવતી આવતી હોય તેવાં પગલાં સંભળાયાં. અંબડની આંખમાં ઉંઘનું તો નામ પણ ન હતું તેણે જાળવીને-છાનામાના તપાસ કરી તો ખરેખર જ કોઈ નવયુવતી મંદિરમાં નિર્ભયપણે ચાલી આ થતી હતી. અંબડે એક શબ્દ સરખે પણ ઉરચાયા વિના પિતાના સ્થાને જ બેસી રહેવાનું વધુ પસંદ કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust