________________ (110) કહેવા લાગ્યા કે– “હે સ્વામીન્ ! આપ જેવા સુજ્ઞ કુશળ પુરૂષે આ પ્રપંચમાં ફસાવું ન જોઈએ. આવા ચમત્કાર કરનારા રોગીઓ મોટે ભાગે હમેશાં ધુત અને મહા નિર્દય હોય છે. આપે રાજકુંવરી સાથે ત્યાં જવું એ કઈ રીતે વ્યાજબી ન ગણાય.” * રાજાએ ઉત્તર આપ્યો:–તમે કહો છે તે વાત સંપૂર્ણ સત્ય હોય તો પણ મેં જે વચન આપ્યું છે તે મિથ્યા ન થાય. રાજ્ય અને લક્ષમી કાલે જતાં હોય તો ભલે આજે જ ચાલ્યા જાય, પણ એક્વાર મુખમાંથી જે વચન નીકળ્યું તે તો પ્રાણાતે પણ પાળે જ છૂટકે.” - અષ્ટમીની સીઝે ચોગી પોતે મારા પિતાજીને બોલાવવા આવ્યા. વસ્ત્રાલંકાર પહેરી મારા પિતા બહાર નીકળ્યા એટલે રોગી બેલી ઉો. “પણ રાજકુમારી ક્યાં ? " સાધનામાં કુંવરીની શી જરૂર છે? હું એકલો બસ છું !" રાજાએ અપરાધીની જેમ ઉજ્ઞાર કહાડયા. રાજન્ ! જે વચનબ્રણ થવાનો પ્રયત્ન કરશે તે તેનું પરિણામ વિપરીત આવશે ! રાજકુંવરી વિના સિદ્ધિ અશકય છે " યોગીએ કોધના આડંબરવાળે ઉત્તર આપે. ન છૂટકે રાજાએ મને પિતાની સાથે લીધી. પછી અમે બધાં શ્રીપર્ણા નદીના તટે પહોંચ્યાં. માર્ગમાં જતાં જતાં ગીએ વેત અને લાલ રંગની આ બે નેતરની સોટીઓ વનમાંથી લઈ લીધેલી તે હું જોઈ શકી. . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.