________________ ( 10 ) કાંઇ જ નથી આ યુવતિ તે બીજી કોઈ નહીં, પણ મણિગ વિદ્યાધરની પુત્રી રનમાળા પોતેજ છે અને તમે જાણીને આનંદ પામશે કે તમને પરણાવવા માટે જ મેં તેણીને આ ભરસભામાં આણી છે. આ વૃત્તાંત સાંભળીને રૂપથી મુગ્ધ બનેલા રાજાજીને કેટલો આનંદ થયો હશે તેની તો તમારેજ કપના કરી લેવી પડશે રાજને કામવાસનાથી ઉન્મત્ત બનેલો નિહાળી ભેગીએ પોતાની પ્રપંચાળ પાથરવી શરૂ કરી દીધી તેણે કહ્યું - પણ મારી એક શરત તમારે પાળવી પડશે.” વાસનાપરવશ બનેલા માણસો એક શરત તો શું પણ આવી પાંચ પચીશ શરસ્તો કરવાને કબુલ થાય એમાં તો કંઈ પુછવાનું જ ન હોય, મારા પિતાએ શરત પાળવાની સમ્મતિ દર્શાવી એટલે યોગીએ છટાથી કહેવા માંડયું કે—“ હું જે એક મહાન સાધના કરી રહ્યો છું તેની સમાપ્તિ આવતી આઠમને દિને સાયંકાળે થવાની છે. તમારે તે દિવસે બરાબર તે જ સમયે શ્રીપર્ણા નદીના કિનારે તમારી પુત્રી રત્નાવતીને સાથે લઈને ત્યાં પધારવું.” રાજાએ વગર વિચાર્યું એ શરત મંજુર રાખી. યેગી પણ રાજા પાસેથી વચન લઈ પિતાના સ્થાને ચાલ્યા ગયે. મંત્રી વિગેરેએ જ્યારે આ શરતવાળી વાત સાંભળી ત્યારે તેઓ બહુજ ખિન્ન થયા. તેમને આ શરતમાં કપટ હેય. એમ દેખાઈ આવ્યું મારા પિતાને વિનવણી કરતાં તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust