________________ (108) પિતાની આજ્ઞા મેળવી હું વિલાસકૃપમાંથી પારદ લેવા, અશ્વ ઉપર સ્વાર થઈને બહાર નીકળી. મારા કમનસીબે અશ્વને શિક્ષણ જ ઉધું મળ્યું હતું. તે મારા અંકુશમાં ન રહ્યો અને મને એક ગાઢ વનમાં લઈ ગયો. એક દુર્ભાગ્ય બીજા દુર્ભાગ્યને તાણી લાવે તેમ આ યોગી મને ભાળી ગયો. ત્યારથી જ મને પુરેપુરી શી રીતે સપડાવવી તેની તે વેતરણ કરવા લાગ્યા. એક દિવસે સારું મુહર્ત જોઈ તે મેગી મારા પિતાના દરબારમાં આવી હાજર થયો. ત્યાં તેણે સની અજાયબી વચ્ચે એક સુપલ્લવિત કેળનો થંભ ઉપજાવ્યો. મારા પિતાએ અને બીજા દરબારીઓએ તેને મહાત્મા માની સારી આદરસત્કાર આપે. એ કરતાં પણ વધુ અદ્ભૂત પ્રયોગ કરી બતાવવાની મારા પિતાએ પ્રાર્થના કરી એટલે એગીએ પેલે કેળને થાંભલે ચીરવાની આજ્ઞા કરી મારા પિતાએ હાથમાં તલવાર લઈ જેવો એક ઘા કેળના થાંભલા ઉપર કર્યો કે તે જ ક્ષણે જાણે કેળના સંખ્યાતિત દળમાં એક અસર યુગોના યુગો થયાં પિતાના સંદર્યને વિકસાવતી બેડી હોય તેમ એક નવાવના પ્રત્યક્ષ થઈ ! મારા પિતા અને સભાજનો પણ આ દેવાંગનાના સ્વરૂપને જોઈ દિગમૂઢ જેવા થઈ ગયા. રાજાએ ચગીની સામે આતુર દ્રષ્ટિપાત કરી પૂછયું કે;–“હે યોગીરાજ! હું આ દ્રશ્ય જોઇ રહ્યો છું તે વસ્તુત: સત્ય છે કે માત્ર ઇંદ્રજાળ જ છે?” ગીએ ઉત્તર આપે –“આમાં હાથચાલાકી જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust