________________ (107) ગયો. મને વિષે એ બન્ને સમર્થ પુરૂ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું, તેમાં જેગી ઘવાયો અને આખરે મોયે. ઝુંપડીની અંદર દાખલ થઈને જોયું તે પેલી મૃગલી એક સોનેરી સાંકળ વડે બંધાયેલી બેઠી બેઠી ઉંડા નિ:શ્વાસ નાખી રહી હતી. પાસે જ રત્નમય કુંડળવાળે એક સુવર્ણમયે પુરૂષ પડ હતો અને તેની પડખેપડખ વેત અને લાલ ગની નેતરની સોટીઓ પડી હતી. આ બધી આશ્ચર્યકારક વસ્તુઓનો ખુલાસો કરવા અંબડે મૃગલી ઉપર દબાણ કર્યું. પણ વાચા વિના તે શી રીતે પોતાના મનોભાવ પ્રકટ કરી શકે? અંબડે આવેશમાં આવી જઈ એક સોટી મૃગલીની પીઠ ઉપર પછાડી સેટીનો સ્પર્શ થતાં જ મૃગલી, રંભા સમાન રૂપવતી એક યુવતીના સ્વરૂપમાં ઊઠીને ઉભી થઈ! અંબડ આ નવયુવતીનો રૂપરાશી જતાં ઘડીભર અંજાઈ ગયે. “હે ચંદ્રવદને? તમે કોણ છે? અને આ યોગના પંજામાં શી રીતે સપડાયાં? તેમજ અહીં સોનાનો જે પુરૂષ પડે છે તેમાં શું રહસ્ય સમાયેલું છે તે મને કહી દ્યો.” બડે સત્તાવાહી સ્વરમાં નવાવનાને પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન સાંભળતાં બાળિકાની આંખમાં જળજળીયાં ઉભરાઈ આવ્યાં, છતાં ધૈર્ય રાખીને તે બોલવા લાગી કે –“હે પરોપકાર શિરોમણું ! હે ગુણાકર ! તમે મારી વીતકવાર્તા. ધ્યાન આપીને સાંભળો. અંગદેશમાં ભેજકણક નામનું એક નગર છે. ત્યાંના વરસિંહ રાજની હું પુત્રી છું. એક દિવસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust