________________ ષષ્ઠ આદેશ. સવીર દેશમાં, સિંધુ નામના પર્વત પાસે કોડિન નામના નગરમાં દેવચંદ્ર રાજા રાજ્ય કરે છે. ત્યાં વેદવેદાંગ પારંગામી સોમેશ્વર નામના એક બ્રાહ્મણ પાસે સવર્થસિદ્ધિ નામને દંડછે તે લઈ આવ.” એ પ્રકારનો છઠ્ઠો આદેશ ગોરખ યોગિની પાસેથી મળતાં અંબડ સૈવીર દેશ તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં એક સ્થળે નદીના જળ પ્રવાહ ઉપર એક નાજુક ઝુંપડી હતી જતી હોય એમ અંબડને લાગ્યું. બરાબર નિરીક્ષણ કરીને નિહાળવાથી એક યોગી એ ઝુંપડીની અંદર નિરાંતે બેઠે બેઠે એક મૃગલીને પંખાવતી હવા નાખતો હોય એવા દૃશ્ય પ્રત્યક્ષ થયો. ઝુંપડીને કેળના થંભ તથા આસોપાલવના તોરણ વડે શણગારવામાં આવી હતી. અંદર બેઠેલી મૃગલીનું રૂપ જાણે સૂર્યના કિરણ સાથે સ્પર્ધા કરતું હોય તેમ આખી ઝુંપડીમાં અજવાળાં ઝોકાર પથરાઈ ગયાં હતાં. - અંબડને આ ઘટનામાં કાંઈક અસાધારણતા હોય એવી ખાત્રી થઈ તે લેશ માત્ર પણ વિલંબ કર્યા વિના આકાશમા-- થી સડસડાટ નીચે ઉતરી આવ્યો અને ભારે ભયંકર રૂ૫ - ઉપજાવી પેલા યોગીને ઝપાટામાં લીધો. ઝુંપડીને ત્યાં ને ત્યાંજ * થંભાવી દઈ, અંબડ પેલા જેગીને આકાશમાં અધ્ધર ઉપાડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust