________________ ( 14 ) સાર્થક કર” આ સાંભળી માતાના રોમ રોમ પુલકિત થયાં તે ત્યાંથી ચાલી પિતાના ઘરે આવી અને તેના અતિ આગ્રહને લીધે અંબડ પણ થોડા દિવસ તે માલણને ત્યાં રહ્યો. .. માબણે અંખડની સોળ સોળ પ્રકારની પૂજા–ભક્તિ કરવા માંડી. એક દિવસે અંબડે માલણને પૂછયું:–“રાજાને ત્યાં તમે કુલ વિગેરે આપવા જાઓ છો કે નહીં ? " માલણે તેને હકારમાં જવાબ આપે. તે વખતે તો અબડે એ વાત એટલેથી જ પતાવી દીધી. માલણના મૃત્યુ પામેલા પુત્રને બોલતો કર્યો એ પુરૂષ કઈ જેવો તે ન હોય એ મતલબની વાત ગામમાં વાયુવેગે પ્રચાર પામી ગઈ. ધીમે ધીમે એ વાત રાજકુંવરી રોહિણીના સાંભળવામાં આવી. એક વાર એકાંત સાધી રાજકુંવરીએ. પેલી માલણ પાસેથી એ પુરૂષ સંબંધી અતિ હકીકત મેળવી. માલણ પણું ભકિતભાવવાળા શબ્દોથી અંબડની સરસ આળખાણ કરાવી. રોહિણીને તે સાંભળી અત્યંત આનંદ થયે. તેણીએ માલણ મારફતે અબડને પિતાના પ્રણામ કહેવરાવ્યા. બીજે દિવસે અંબડે રાજકુંવરીના પ્રણામના જવાબરૂપે માલણ મારફત પુષ્પમય કંચુકી રાજકુંવરીને મોકલી આપી. એ કંચુકી જોતાં જ રોહિણીને પેલી તપસ્વિનીવાળી વાર્તાનું આલ્હાદક સ્મરણ થયું, પિતાનો અંખડ નામનો ભરથાર આવી પહોંચ્યો છે એમ જાણી તેની રેમરાજી ખીલી ઉઠી ! - રાજકુંવરીએ તત્કાળ પોતાના ભાઈ પાસે જઈ બધે PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust