________________ ( 13) વસે છે. શિકારની પાછળ પારધી જેમ દોડે તેમ મૃત્યુ પણ આપણી સૌની પાછળ દોડી રહ્યું છે. તેમાંથી છુટવાને કે કોઈને છોડાવવાનો પ્રયત્ન કરવો એ સાવ નિષ્ફળ છે. અને જયાં માણસથી લઈ દેવ-દાનવ કે દેવેંદ્રનો અધિકાર પણ ન ચાલતો હોય ત્યાં આકંદ કે વિલાપ કરવાથી શું વળે?” શેકમગ્ન નારીના અંતરમાં નવો પ્રકાશ ઉતર્યો હોય તેમ તે સહેજ સ્વસ્થ થઈ. તેણીએ કહ્યું –“મૃત્યુ અન્યથા ન થાય એ હું આપના ઉપદેશથી સમજી શકી છું. પણ મારા દીલને વિષે એક જ કાંટે ખુંચી રહ્યો છે. જે વખતે મારે આ પુત્ર મૃત્યુ પામ્યા તે વખતે હું તેની પાસે ન હતી, તેથી હું તેની સાથે છેલ્લીવારની વાતચીત કરી હદયને મનાવવાની સરસ તક મેળવી શકી નથી. આપ જે જરા કૃપા કરો અને આ બાળક સાથે મને છેડે વાર્તાલાપ કરાવો તો હું આત્મહત્યા કરવાનું માંડી વાળું.” આત્મઘાતના મહાપાપમાંથી એક અબળાને બચાવવા અબડે બાળકનું શબ, સ્ત્રીના ખંભા ઉપરથી નીચે ધરતી ઉપર મુકાવ્યું. પછી પોતાની પરકાય પ્રવેશિની વિદ્યાના બળથી તેના દેહમાં દાખલ થઈ પેલી માતાને કહ્યું: “હું માત ! તું નકામી રૂદન કરી શા સારૂ તારા આત્માને મેલીન કરે છે? મારૂં આયુષ ખુટવાથી–મારા પોતાના કર્મયોગે જ મૃત્યુ પામી સંસારમાંથી ચાલી નીકળ્યો છું. તું તારે ઘરે જા અને શાંતિ-સમાધિમાં રહી ધર્મકૃત્ય કરી તારૂં જીવતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust