________________ ( 12 ) ખભા ઉપર એક બાળકનું શબ પડયું હતું. અને બાઇના નેત્રમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. અંબડે તેને વિલાપ કરતી જોઈ બહજ અનુકંપા અને પ્રેમભાવથી પૂછ્યું કે - હે સુભાગે ! તું કેણ છે અને આમ વનમાં શા સારૂ આનંદ કરી વ્યર્થ દુ:ખ પામે છે?” બાઈએ જવાબ આપે –“હે સત્પરૂષ! હું એક માળણ છું. મને મારા માબાપે આ ગામમાં પરણાવી હતી. વખત જતાં હું એક પુત્રની માતા થવા ભાગ્યશાળી થઈ. એક વાર મારા માબાપને મળવા હું પીયર ગઈ હતી એટલામાં મારા દુર્ભાગ્યે મારી ગેરહાજરીમાં જ આ પુત્ર મૃત્યુ પામે, મને તેનું છેલ્લું વેણ સાંભળવાનું કે છેલ્લા મુખદર્શન કરવાનું પણ સદ્ભાગ્ય પ્રાપ્ત ન થયું. આ પુત્રના મરણથી મને મારા જીવન ઉપર એટલે બધો કંટાળો આવ્યો છે કે પુત્રવિરહે જીવવું તેના કરતાં એ પુત્રના શબની સાથે ચીતામાં બળી મરવું એ મને વધુ ઈષ્ટ લાગે છે.” - માતાને આપઘાત કરવા તૈયાર થયેલી અબડે એક ધર્મોપદેશની જેમ કહેવા માંડયું:–“ અરે ! ભલી બાઈ ! આ સંસારમાં તમે સર્વત્ર તપાસ કરી જુઓ, મૃત્યુએ કેઈને આજ સુધીમાં મારી આપી છે? રાજાથી રંક સુધીના તમામ મનુષ્ય ઉપર તેને અબાધ અધિકાર ચાલે છે. બ્રહ્માથી માંડી ઇદ્ર, સૂર્ય, ચંદ્ર, કપાળ, સુરપતિ, બુદ્ધ, અને નારાયણ સુધીના સર્વ જીવધારીઓ મૃત્યુની હકુમતમાં જ