________________ સદા સંતોષ ધરનારા, સદા સુવાક્ય વદનારા; સદા શાંતિમાં રહેનારા ગયા કયાં સૂરિ મહારાજા. (2 સ્વપરનું હિત જે કરતાં, દુખીના દર્દને હરતા; દલીલ દીલની દીલે ધરતા, ગયા ક્યાં સૂરિ મહારાજા. (3 ધરે જે સર્વદા સમતા, હતી ના દેહને મમતા; પરીષહ પ્રેમે જે ખમતા, ગયા કયાં સૂરિ મહારાજા. (4 હતી જેની મીઠી વાણી, મધુરી ખાસ ગુણખાણી; બુઝાવી બહુ ભવી પાણી, ગયા કયાં સૂરિ મહારાજા. (5 જેણે વીરધમ દીપાવ્યા, ફરી બહુ દેશ ફેલાવ્યો; મુક્તિનો માર્ગ બતલાવ્યે, ગયા કયાં સૂરિ મહારાજા. (6 હતા જે શુદ્ધ વૈરાગી, મહા ગંભીર સેભાગી; ખરાઃ ચારિત્રના રાગી, ગયા કયાં સૂરિ મહારાજા. (7 રારા–શું કહું કથની મારી–રાજ શું. (8) એ ગુરૂવંદન કરીયે આજ, એ ગુરૂ વંદન કરીએ, * ધ્યાન હદયમાં ધરીયે આજ, એ ગુરૂવંદન કરીયે, સમતાસાગર સૂરિ મહારાજ, વિજયકેશર ગુણધામી; પરમ દયાળુ ગુરૂની જગમાં, પુરાય નહિ કદી ખામી આજ.એ. સંયમ લઈ દઈ બાધ જે ગુરૂએ, ભવીજન કેંકને તાયા; ઉપકા અમપર બહુ કીધાં, તે કેમ જાય વિસાયો આજ-એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust