________________ સ્મશાન યાત્રા અને મહત્સવ ટીપ. આચાર્ય મહારાજશ્રીના દેહપિંજરને ઉજમબાઈની ધર્મશાળાના ત્રીજા માળથી નીચે લાવવામાં આવ્યું. અને પદ્માસનરૂપે બેસાડવામાં આવ્યું. જાણે મૃત્યુના ભયને જીતેલ કોઈ ચાગી હસતે મુખડે સ્વઆયુષ પૂર્ણ કરી વિદાય લેતા હોય તેવી ચહેરા ઉપર સુરખી તરવરતી હતી. અને લલાટની ભવ્યતા આશ્ચર્યમાં ગરકાવ કરતી હતી. ચારેકોર ટેલીફેનદ્વારા ખબર પડતાં હજારો માણસોએ મૃતદેહના સમાધિષ્ટ યોગીના છેલ્લા - દર્શન કરવા ઉભરાવા લાગ્યાં, સાંજના સાચા ખીનખાબથી મઢેલી પાલખી તૈયાર કરાવવામાં આવી. આખા શહેરે પાણી પાળી, સવારમાં અગીયાર વાગે નગરશેઠ વિમળભાઈ સયાભાઈ માણેકલાલભાઈ મનસુખભાઈ, બબાભાઈ; કસ્તુરભાઈ લાલભાઈ સારાભાઈ ડાહ્યાભાઈ વિગેરે અગ્રેસર શેઠીયાઓ અને હજાર માણસ સાથે ગરીબોને લાડવા-દાણુ, પૈસા, રૂપાનાણું વિગેરે છુટથી આપતા આચાર્યશ્રીના મૃતદેહને સુંદર પાલખીમાં પધરાવી આખા શહેરમાં ફેરવી વાજતે ગાજતે “જ્ય જય નંદા' જય જય ભટ્ટા”ના પવિત્ર શબ્દચાર સાથે સાબરમતીની સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યું. વરસાદ પડતું હતું તે પણું રહી ગયેા હતા. આથી સ્મશાનયાત્રા સમયે જરા પણ વાંધો આવ્યો ન હતો. એમના દેહને ચંદનકાષ્ઠથી અગ્નિદાહ દેવામાં આવ્યું. અને આ પ્રમાણે આચાર્યશ્રી જગત ઉપરથી પિતાનું અસ્તિત્વ-પોતાની જીવનલીલા સદા માટે સ કેલી ચાલ્યા ગયા. R P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust