________________ " ( 8 ) પ્રભુના ચરણકમળમાં અનેક ઈંદ્રોએ પોતાના મસ્તક નમાવ્યા. છે તે શ્રીમાન નાભિરાજાના પુત્ર ઋષભદેવ પ્રભુ જયવંતા વર્તા. જૈન સમાજની જાહોજલાલી અને અનુપમ ભકિતભાવ દર્શાવતા તારણહાર શ્રી શત્રુંજય અને ગીરનાર સમાન તીર્થભૂમિથી ગેરર્વત થયેલા સૈારાષ્ટ્રમાં, જ્યાં શાર્ચ અને વીરત્વ ઉછળી રહ્યાં હોય, જ્યાં ધર્મ અને સનાતન સત્યના ઉપાસકે પવિત્રતાનું વાતાવરણ ફેલાવી રહ્યા હોય, જ્યાં ભકતો ભકિતરસની જમાવટ કરી શ્રોતાજનોને મુગ્ધ કરતા હોય. જ્યાં ત્યાગ-તપ અને સંયમની સુવાસ ફેરતી હોય ત્યાં તેના પ્રતાપી સ્થાનમાં ગોહીલવાડ પ્રાંતના બટાટ શહેર પાસેના પાળીયાદ” ગામમાં જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી જમ્યા હતા; “પાળીયાદ” એ ગામમાં પાંચહજાર માણસની વસ્તી છે. અત્યારસુધી એ ખુણામાં અને અપ્રસિદ્ધમાં હોવાથી એની ખ્યાતિ બહુજ ઓછી હતી. જે કે એના પૂર્વ ઇતિહાસમાં તે એણે અનેક ચમકારી ભકત પુરૂષોને ઉત્પન્ન કર્યા છે તેમાંયે શ્રીમાન વિજયકેસરસૂરીશ્વરજીની એ જન્મભૂમિ થતાં એની કીર્તિની સુવાસ તરફ પ્રસરી છે. મહાત્મા પુરૂષે પોતાના જીવનકાર્યથી પોતે સર્વત્ર પુજ્ય બને છે એટલું જ નહિ પરંતુ પોતાનું મૂળ, જાત, નાત, ગામ, સંબંધીઓ વિગેરે સવેને માટે આશ્ચર્યની અને સન્માનની દષ્ટિ ઉત્પન્ન થાય એવું વાતાવરણ જગાડે છે. તેથીજ " આચાર્યશ્રીના યશગાન સાથે તેમના ગામ તથા ત્યાં થઈ ગયેલા ભરત પુરૂષનું સ્મરણ આપણે કરવા પ્રેરાઈયે છીયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust