________________ વિસામણ ભગતનું ધામ, આ ગામમાં વીસામણ ભગતનું એક પવિત્ર અને ચમત્કારી ધામ આવેલું છે. અનેક લોકો અહિં આવી એમનાં શીર ઝુકાવે છે અને જે જે માનતા માને છે તે સર્વ સફળ થાય છે. તેની ગાદીયે તેમના જીવનના અનુરાગી લખમણ ભગત, ઉનડ ભગત, દાદા ભગત, અને હાલ નાના ઉનડ ભગત વિગેરે ભકતો ઉતરી આવ્યા છે અને પાળીયાદ” તરફ સર્વ લોકેનું આકર્ષણ કરી રહ્યા છે. પાળીયાદની પ્રજા એ ભકતોના નામે અભિમાન લે છે એટલું જ નહિ પણ તેમના પ્રત્યે શુદ્ધ ભકિત ભાવ તથા બેહદ લાગણી દર્શાવે છે. પાળીયાદમાં જૈન વસ્તી ગામના પ્રમાણમાં સારી છે. જૈનોના પચાસ ઘર હોવા સાથે એક દેહેરાસરજી તથા ઉપાશ્રય પણ છે, જેનો લાભ સર્વ જૈન ભાઈઓ અને બહેનો સારી રીતે લઈ રહ્યા છે. પૂજ્યપાદ આચાર્યશ્રીના સદુપદેશના પરિણામે દેહેરાસરજી તથા ઉપાશ્રય સારી સુદઢ સ્થિતિમાં કરવામાં આવ્યો છે. જેની પ્રતિષ્ઠા તેમના લઘુબંધુ રત્ન મહામહોપાધ્યાયજી મહારાજ શ્રી દેવવિજયજી મહારાજશ્રીના હાથે કરવામાં આવી હતી. જેના બાળક નાનપણથી ધર્મજ્ઞાન તથા કિયામાં ઉમંગી થાય એ હેતુથી સદ્દગત આચાર્યશ્રીના ઉપદેશથી ધાર્મિક પાઠશાળા પણ અત્યારે ચાલું છે. આ પ્રમાણે સદ્ગત આચાર્યશ્રી ધર્મરક્ત બની પોતાનું જીવન ઉન્નત બનાવ્યું, એટલું જ નહિ પણ સાથે સાથે પોતાના ગામ, ત્યાંની જેન . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust