________________ (100) કીધું તિહાં ચાતુર્માસ, વિવિધ રીતે કીધો વિકાસ, સંઘ સકલ મન ઉલ્લાસ, ધ્યાન પરમેષ્ઠિનું નિત્ય ધરીએ. 4. આગ્રહ કરે સૂરિપદ દેવા, ગુરૂજી ન ઈચ્છે તે લેવા બલીહારી જે ગુરૂ એવા, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 5 વિનંતી સંઘ બહુ કરતા, મન ગુરૂ જાણી રંગ ધરતા; અપૂરવ ઓચ્છવ આદરતા, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 6 શેઠ રાણપુર વાસી આવે, વાડીલાલ પરશેતમ ભાવે; એ અવસર તિહાં જણાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 7 જલ જાત્રાનો વરઘોડો જે, ભણાવો શાંતિ સ્નાત્ર તે, નકારશી કરે મુજ ખર્ચ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. ઝવેરી નગીનભાઈએ કીધી, શ્રીફળ પ્રભાવના સિદ્ધિ બાકીની સહાય સંઘ દીધી, ધ્યાન પરમેષિનું નિત્ય ધરીએ. 9 કારતક શુદિ પુનમ કહીએ, ઓચ્છવની શરૂઆત લહીએ; ' વદ છઠે પદવી દઈએ, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 10 પ્રતિદિન પૂજાએ ભણાવે, આંગી રચી ભાવના ભાવે; . ક્ષત્રુજયની રચના થાવે, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 11 નવકાર ગણનાર નરનારી, સ્થાનકવાસી તપગચ્છ ધારી; જમ્યા દિગંબર વિચારી, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 12 કેશરવિજય પંન્યાસ થયા, સૂરિ સંઘે કીધી ભક્તિ પુરી; ; કઈ રીતે નહિ અધુરી, ધ્યાન પરમેષ્ટિનું નિત્ય ધરીએ. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust