________________ (96). ઢાલ 5 મી. . (રાગ વિદભી વનમાં વલવલે–એ દેશી ). જાવું જરૂર જણાય છે, ચેતે ચેતન ચીત્ત; કાલ ન મુકે રે કઈને, ખાઈ જાએ ખચીત્ત. જાવુંસુરનર અસુર વિદ્યાધરા, શશી રવી સઘળા ઇંદ્ર; બ્રહ્મા વિષ્ણુ શંકર વળી, વાસુદેવ ચક્રિ નરીંદ્ર. જાવું તરણ તારણ તીર્થરે, પામ્યા તે નિર્વાણ; નાના મોટા પ્રાણીની, એક દિન થાએ હાણ. જાવું મરણને ભય રહે પાપીને, મુકીને જવું હેલ; વસવું જઈ ઝુંપડી વિષે, લાગે ઘણું મુશ્કેલ. જાવું ધમી જીવ મરતાં થકાં, હઈડામાં હરખાય. છાપરી છેડીને બંગલે, મળતાં ખુશી થાય. જાવું ઓગણું ઓગણપચાસમાં, અશાડ શુદિ બીજ જોય. પુન્યવંત લક્ષ્મી બાઈનું, મરણ સમાધિ હોય. જાવું ત્રણ દિવસના અંતરે, માધવજીભાઈ જેહ; પાંચમે પરલોક પામતા, સાચા રાખે નેહ. જાવું લઘુબંધવ મગનલાલ જે, ટુંક સમયમાં જાય; સુખલાલ સાંભળી સજજના, વૈરાગ્ય વાસીત થાય. જાવું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust