________________ (62) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, વૃત્તાન્ત એને નિવેદન કરી ધર્મને વિષે સ્થિર કર્યો. અને પછી તરતજ પાછો અતર્ધાન થઈ ગયે. રાજા તે આવું ઈ આશ્ચર્યસ્તબ્ધ બની આમ તેમ જોવા લાગ્યા. એટલામાં તે દેવતાઓ વિફર્વેલું માયાજાળનું દશ્ય બદલાઈ ગયું: ન મળે કંઈ આશ્રમ, કે ન મળે કેઈ સાધુસુનિ. એને બદલે પોતાની જ સભા રાજાની દૃષ્ટિએ પડી. . - આ ઘટના બની તેજ દિવસથી આ ઉદાયન રાજા પરમ ધર્મિષ્ટ શ્રાવક થયે, ધાર્મિક જનેની, કઈ પણ એક નિશ્ચિત ખાણ હોતી નથી ( કે જેમાંથી રતનાદિની પેઠે ઉત્કૃષ્ટ જીવે નીકળ્યા જ કરે. એમની તે આ પ્રમાણે અકેક કરતાં કરતાં સંખ્યા વધે ) હવે ગાન્ધાર નામના એક દેશમાં કોઈ ગાન્ધાર નામનો જ, શ્રાવક વસતા હતા. એ એક ક્ષણ પણ પાપની ગંધ સુદ્ધાં સહન કરી શકતે નહીં. એકદા એ ગાન્ધાર વૈતાઢયપર્વત પર રહેલી અરિહંતની પ્રતિમાને વંદન-પૂજન કરવાની ઇચ્છાએ એ પર્વતની તળેટીએ ગયે. અહા ! મનુષ્યને કયા મારથ નથી થતા ? તળેટીએ પહોંચીને એ અન્નપાણીને ત્યાગ કરી ( ઉપવાસ આરંભી ) શાસન દેવતાનું ધ્યાન ધરીને બેઠે. કેમકે આવા મોટા અભીષ્ટ મનોરથની સિદ્ધિને અર્થે એમ કર્યા વિના અન્ય ગતિ નથી. એનું એવું ઉગ્ર સાહસ જે શાસન દેવતાએ તુષ્ટ માન થઈ એના મનોરથ પૂર્ણ કર્યો. એને ઉપાડી પર્વત પર લઈ જઈ, ભક્તિપૂવક વંદનાદિ કરી રહ્યા પછી, પુન: દેવતાએ એને નીચે લાવી મૂકો, કેમકે એગ અને ક્ષેમ, બનેવાનાં નિશ્ચય દેવતાના હાથમાં છે. વળી એને એણે મન:કામના પૂર્ણ કરનારી એકસોને આઠ ગુટિકાઓ આપી. અથવા તો એવા ધર્મિષ્ટ પ્રાણીઓ પ્રતિ દેવતાઓ વાત્સલ્યભાવ દર્શાવે એ ગ્યજ છે. પછી ગાન્ધારે પણ અજમાયશ દાખલ એ ગુટિકાઓમાંથી એક ગુટિકા હાંમાં નાખી એવું ચિન્તવન કર્યું કે હું વિતભય નગરને વિષે જઈ જીવસ્વામીની પ્રતિમાને વદન કરું. આમ ચિતવ્યું કે તક્ષણ એડ દેવતાની