________________ આ ઉદાયન રાજાને ધર્મ પ્રાપ્તિ અને ગધાર શ્રાદ્ધની તીર્થયાત્રા (61) નથી. આ મનુષ્ય જન્મ દુર્લભ છે એમાં ચે વળી ધર્મ વિશેષ દુર્લભ છે. અને એમાં ચે તે આવી સાધુ કે શ્રાવકની સર્વ સામગ્રી પામવી એ તે સર્વથી દુર્લભ છે. કેમકે જીવિત, યાવન અને લક્ષમી આદિ સર્વ અનિત્ય છે. દુર્લભ મનુષ્ય જન્મ પામીને જે ધર્મને વિષે પ્રમાદ કરે છે એ અમૃતની કુપીને પગ દેવામાં ઢાળી નાખ્યા જેવું કરે છે; હસ્તી પાસે ઈશ્વન–કાણ વહેવરાવ્યા જેવું કરે છે, સુવર્ણને થળે માટીનું ઢેકું મૂકયા જેવું કરે છે, અને કાગડાને ઉડાડી મૂકવાને ચિન્તામણિ ફેંકયા જેવું કરે છે. આવું આવું કહીને સાધમિકને પ્રતિબોધ પમાડવો. હે રાજન્ આમ બેઉ પ્રકારના વાત્સલ્ય વિષયે તમારે ચિત્ત લગાડવું - હવે પ્રભાવના વિષે. ધર્મને પ્રભાવ વધારો એનું નામ પ્રભાવના. તીર્થ યાત્રા, રથયાત્રા, પૂજા વગેરેથી જિનેશ્વરના તીર્થ હોય એની યાત્રા કરવા જઈને, એમની રથયાત્રા કરાવીને, એમની પૂજા ભણાવવાનું વગેરે કરીને, તથા એમના પ્રસાદ એટલે મન્દિર બન્ધાવીને ધર્મને પ્રભાવ વધારો. હે નૃપતિ, ભવ્યપ્રાણુઓ ભાવનાએ ચઢીને આ પ્રભાવનાઓ કર્યા કરે છે, શત્રુના મર્મને જાણનારે જેમ એ શત્રુને ભેદી શકે છે તેમ, ભવ એટલે પુન: જન્મ પુન: મરણને ભેદ એટલે વિચ્છેદ કરી શકે છે. આ ઉપદેશ દઈને મુનિઓએ એ ઉદાયન નૃપતિને એવી રીતે પ્રતિબંધ પમાડો કે એને જૈન ધર્મ સર્વ ધાતુઓએ પરિણતિ પામ્યો–નસે નસે ઉતરી ગયો. એને હવે લાગ્યું કે મને આજે સુધી ધૂતારાઓની જેમ તાપસએ ઠપે છે. એટલે એણે હિંસક તાપસનું દુષ્ટ દર્શન ત્યજીને અહિંસાપ્રધાન જિનદેવના શાસનને સ્વીકાર કર્યો. અને " આજે મારાં ધન્યભાગ્ય. આજે મારો આત્મા પવિત્ર થયો, આજે હું કૃતકૃત્ય થયે. " એમ કહેવા લાગ્યો. વિષ ત્યજીને અમૃતનું ભજન કરનાર નિ:સંશય પૂર્ણ પ્રશંસાને પાત્રજ થાય છે. - આ બધું થવા દીધા પછી પ્રભાવતીને જીવ–દેવતા વાદળાંમાંથી સૂર્ય બહાર નીકળે એમ રાજા પાસે પ્રકટ થયે, અને બધો Jun Gun Aaradhak Trust