________________ સુવા ગુટિકા અને ચંડપ્રદ્યોતને મેલાપ (3) જેમ વીતભય નગેરે પહોંચી ગયો. ત્યાં પેલી કુજ દાસી દેવદત્તા, જેના દેહની પ્રભાવતીના સંગથી ભવિષ્યમાં કેઈ અવર્ણનીય પ્રભા થવાની છે એણે એને એ પ્રતિમાના દર્શન કરાવ્યાં. ગાન્ધારને વળતેજ દિવસે કઈ વ્યાધિ થઈ આવ્યું. એટલે દેવદત્તાએ ઉત્તમ ઔષધ-પચ્ચ આદિ વિધિ વડે એની પરમ આદરપૂર્વક શુશ્રષા–ચાકરી કરી, અને રાત્રીને દિવસ પરિશ્રમ વેઠીને એને તદુરસ્ત બનાવી દીધો. અથવા તે આયુષ્ય હોય એને ઉપાય છે. કૃતજ્ઞ ગાજ્યારે પણ બદલામાં પોતાની પાસેની સર્વ ગુટિકાઓ એને આપી દીધી. કહ્યું છે કે ઉપકાર કરવાથીજ મહન્ત પુરૂષોની કપા મેળવી શકાય છે. દેવદત્તાને પણ આ મનવાંછિત પૂરનારી ગુટિકાઓ પ્રાપ્ત થઈ એ એની દેવપૂજાનું જ સલ્ફળ સમજવું. પછી મહામતિ ગાભ્યારે તે પોતાનું અલ્પ આયુષ્ય જાણીને દુર્ગન્ધની જેમ ગૃહસ્થાશ્રમ ત્યજી દઈ પ્રવજ્યા ગ્રહણ કરી. તે જ ક્ષણે રૂપ સૌન્દર્યને ઈચ્છતી કુજા દેવદત્તાએ સૌન્દર્ય રૂપી અંકુરોને ઉ. ત્પન્ન કરવાને મેઘસમાન=એવી એક ગુટિકા મુખને વિષે નાંખી. એના પ્રભાવથી એ સદ્ય દીવ્ય રૂપધારી સુંદરી થઈ ગઈ; જેવી રીતે વિશ્વકર્માની હસ્તકળાથી પૂર્વે સૂર્યની મૂર્તિ થઈ ગઈ હતી એમ. આ દેવદત્તાની કાન્તિ જે ગુટિકાના પ્રાગથી સુવર્ણવણી–સોના જેવી થઈ તે ગુટિકાને તે વખતથી જનસમાજ સુવર્ણ ગુટિકા એ નામથી ઓળખે છે. કુજા તે પિતાનું નવીન સુંદર રૂપ જોઈ વિચારવા લાગી:–જ્યાં સુધી મને સુંદર રૂપાકૃતિવાળા ભર્તાર ન મળે ત્યાં સુધી આ મારી રૂપસંપત્તિ અરણ્યમાં ઉગેલી માલતીની જેમ વૃથા છે. આ મહીપતિ ઉદાયન ઘણે યે ઉદાર શુરવીર અને રૂપવાનું છે પરંતુ ગંગાને જેમ ભગીરથ, તેમ મારે એ પિતાતુલ્ય છે. મારી સનમુખ આ અન્ય ભૂપતિઓ એ છે પરંતુ એઓ તે, તારા જેમ ચંદ્રમાના–અને ગ્રહો જેમ સૂથના સેવકે છે એમ, ઉદાયનના સેવકે છે. એવા એકાદ સેવકરાજાને મારા પતિ તરીકે સ્વીકારું એમાં મારી ખ્યાતિ નહિં થાય કેમકે હણીને નામે અશ્વનું મૂલ્ય અકાય છે. માટે હવે શ્રેષ્ઠ Jun Gun Aaradhak Trust