________________ (પ) વિદ્યુમ્માલીએ વહાણના અધ્યક્ષને આપેલી મૂર્તિ. આવતાં પહેરેગીરે કરી મુકે છે એ કોલાહલ કરી મૂકે. અંદર વણિ વ્યપારીઓ હતા એમણે લોભને લીધે પોતાના રત્ન આદિ સાર દ્રવ્ય મુખને વિષે. મસ્તકને વિષે, કટિવસ્ત્રમાં અને કુક્ષી આદિ જગ્યાએ રાખી લીધું. વહાણનો નાયક અત્યં. ન મુઝવણમાં પડ અને ઉતારૂ સર્વે પોત પોતાના ઈષ્ટ દેવનું મરણ કરવા લાગ્યા. પ્રવહણની આ દુર્દશા, વિધુમ્માલી દેવતા આકાશને વિષે જતો હતો. એની દષ્ટિએ પડી. એટલે એણે સદ્ય સર્વ ઉત્પાતનું નિવારણ કરી વહાણના અધ્યક્ષ આદિ સર્વનાં મન શાન્ત પાડયાં કયાં પામર માનવો અને ક્યાં સામર્થ્યવાન દેવજાતિ ! વળી પછી એણે પ્રત્યક્ષ થઈને એને પોતાની પાસે રહેલી દેવાધિદેવની પ્રતિભાવાળી પેટી સુપ્રત કરી અને કહ્યું–હે મહાભાગ, તું હવે સુખેથી સિધુ તરી શકીશ. તું અહિંથી સિન્ધ સૌવીર દેશને વિષે આવેલા વિતભય નગરે જ જે ત્યાં નગરના મહાટા ચોકમાં રહી “હે કે, આ પેટીમાં મારી પાસે દેવાધિદેવની પ્રતિમા છે તે તમે લઈ જાઓ. એ પ્રમાણે તું ઉષણું કરજે. આ પ્રમાણે નાવિકને કહીને વિધુમ્માલી દેવ અન્તર્ધાન થયે. અને પ્રતિમાના પ્રભાવને લીધે વહાણ પણે, બુદ્ધિમાન માણસ શાસ્ત્ર ને પાર પામે છે (પારંગામી થાય છે) એમ સત્વર સમુદ્રને પાર પામી ગયું. વિતભય નગરે પહોંચી, પિતાની પાસેની પેટી લેકેની દ્રષ્ટિસમક્ષ રાખી, વહાણના અધિપતિ વણિકે દેવતાના કહ્યા પ્રમાણે ઉધેષણ કરી. એ સાંભળીને ત્યાંને તાપસ ભક્ત રાજા ઉદાયન પોતે, અન્ય તાપસે, પરિવ્રાજક અને વિપ્રો સુદ્ધાં એકત્ર થઈ ગયા. પ્રતિમાં બંધ કરેલી પેટીમાં હતી માટે પેટી ઉઘાડવાને, લેકે વિષ્ણુ, બ્રહ્મા, બુદ્ધ આદિ પિોતપોતાના દેવનું સ્મરણ કરીને પેટીપર કુહાડા આદિ વડે પ્રહાર કરવા લાગ્યા, એમ કહીને, કે “હે રૂદ્રાક્ષ અને કુંડિકાના ધારણહાર, સાવિત્રીપતિ, હંસવાહન ચતુર્મુખ બ્રહ્યા અને દર્શન દ્યો. હે વસુંધાપતિ, સધાતક, .