________________ શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર (પ) પિતાને કૃતાર્થ માનતે દેવ પણ ઉત્તમ કર્મ ઉપાર્જન કરીને પાછો વળ્યો. ત્યાર પછી ઉત્તમ આશાઓથી ઉછળી રહેલા અન્તઃકરણવાળાએ વિદ્યુમ્માલીએ અમને ક્ષત્રિયકુંડગ્રામમાં ગ્રહસ્થાવાસમાં કાન્સ રહેલા જોયા, એટલે મહાહિમવત પર્વતે જઈ ત્યાંથી ગશીર્ષચંદન લાવી એની અમારી યથાદષ્ટ મૂર્તિ બનાવી અને એને સુંદર રીતે અલંકૃત પણ કરી. વળી એજ ચંદનને તક્ષણ સંપુટ પણ બનાવીને એને વિષે એ પ્રતિમા સ્થાપન કરી. હવે કોઈ એક પ્રહણ લવણસમુદ્રને વિષે જળમાર્ગ કાપતું 'જતું હતું એને પ્રચંડવાયુને લીધે જળ કલ્લોલ પર ઉછળતાં પડતાં સમુદ્રમાં જ છ માસ વીત્યા. વિના ચમકારા થયા કરતા હતા. અને મેઘની ઘોર ગર્જના ને લીધે સમુદ્રનાં જળ સંભિત થતાં હતાં એટલે વહાણ અત્યન્ત ડામાડોળ થવા લાગ્યું. અતિ ભારે વજનના નાંગરોથી નાંગરાયેલું હતું છતાં પણ પ્રચંડ વાયુને લીધે આકાશમાં ઉછળવા માંડયું અને ક્ષણમાં ઉપર જતું અને ક્ષણમાં પુન: નીચે આવતું તે જાણે હીંચોળા ખાતે હાયની એમ દીસવા લાગ્યું. વળી આવર્ત એટલે જળ કુંડાળામાં ગોળગોળ ફરવા લાગ્યું તે જાણે હલેસાં રૂપી હસ્ત વડે નૃત્યકારની જેમ નૃત્ય કરતું ચક્રાકારે ફરતું હાયની એમ જણાવા લાગ્યું. વારંવાર વિકરાળ વાયુના સપાટાથી ઘસાઈ ઘસાઈને કઈ કઈ જગ્યાએ નાંગર પણ માનવેની જીવન દેરી ની જેમ ત્રુટવા લાગ્યા મદ્યપાન કરવાથી ઉન્મત્ત થયેલા માણસની જેમ વળી ક્ષણમાં અત્યન્ત ત્વરાએ તો ક્ષણમાં અતિ મંદપણે ચાલવા લાગ્યું અને કયારેક તે સ્થિરજ થઈ ઉભું રહેવા લાગ્યું. ઉછળતા તરંગોનું જળ અંદર પ્રવેશ કરી પાછું ખળખળ અવાજ કરતું બહાર નીકળતું તે જાણે પ્રહણ પિતે સમુદ્રમાં બુડી જવાના ભયને લીધે રૂદન કરતું હોયની એમ દેખાવા લાગ્યું. આવા આવા ઉત્પાતને લીધે વહાણું હાથમાં ન રહ્યું એટલે વહાણના સુકાની અને નાવિક. મુછગત થયા. હલેસાં મારવાવાળાઓએ પણ રાત્રીને વિષે ચરn લેકે ધન લુંટવા