________________ ખા (57). સંદીશ્વર દ્વિપની યાત્રા સભ્યપ્રકારે ઓળખાણ પડી નથી એમ જાણે એણે એને પ્રતિબધવાને અર્થે પોતાનું અસલ નાગિલ શ્રાવકનું રૂપ ધારણ કર્યું અને કહ્યું-મેં વાર્યા છતાં તેં અગ્નિ પ્રવેશ કર્યો તેથી તું આવે અલ્પદ્ધિવાળા દેવ થયે છે. કારણ કે જેવો વ્યાપાર એવું ફળ મળે છે. હે મિત્ર, મારી પાસે હતાં એ સર્વે ઉપાયરૂપી શસ્ત્રો મેં હિમ્મત હાર્યા વિના ફેંકયા પરંતુ તેને એક પણ લાગ્યું નહીં. એટલે તારી એવી ચેષ્ટાને લીધે મને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી જેની દીક્ષા ગ્રહણ કરી અને અશ્રુત દેવલોકમાં દેવપણે હું ઉત્પન્ન થયે છું. કેમકે એવી દીક્ષા મોક્ષ સુદ્ધાં અપાવવાને શક્તિમાન છે. આ મદ્ધિક દેવતાની વાત સાંભળીને, પિતે જાણે સર્વસ્વ ગુમાવ્યું હોય એમ એને અત્યન્ત ખેદ થયે અને કહેવા લાગ્ય-અહે, મેં તારા જેવા પરમ મિત્રનાં વચનની અવગ ના કરી. કુદેવત્વ પામેલા મારા જેવા અમે હવે હાથ ઘસવા રહ્યા જેવી રીતે કેઈ ધનુષ્યધારીને રણક્ષેત્રમાં ધનુષ્યની દેરી ત્રુટી જવાથી થાય છે એમ. પરંતુ મહદ્ધિક નાગિલ દેવે કહ્યું હવે શોક કો વૃથા છે. કેમકે ગઇ તિથિ બ્રાહ્મણ પણ વાંચતા નથી. પણ હવે તારે શું કરવું એ કહું, સાંભળ-જે ભવ્યજીવો પરમહર્ષ સહિત જિનેશ્વરના બિસ્મ ભરાવે છે એમને સ્વર્ગ અને મેક્ષનાં સુખ હસ્તગત જેવાં છે, માટે તારે ચિત્રશાળામાં કાર્યોત્સગે રહેલા ભાવસાધુ-મહાવીરની એક પ્રતિમા કરાવવી અને એ કરાવ્યા પછી અન્ય પણ જિનબિ કરાવવાં કે જેથી અન્ય ભવને વિષે તને દુર્લભ એવું પણ બધિરન પ્રાપ્ત થાય. જેઓ શ્રદ્ધાપૂર્વક ત્રણે કાળ જિનબિમ્બની પૂજા કરે છે એમનાં દુ:ખ દારિદ્રરૂપી શૈલે વજપાત થવાથી જ હોયની એમ સર્વથા ચુર્ણ થઈ જાય છે. એને કુનિને વિષે તે જન્મ થતજ નથી, અને અન્ય પણ સર્વ અશુભ એનાથી દૂર દૂર નાસી જાય છે. આ - હાસા પ્રહાસાના ભર્તા પેલા વિદ્યુમ્માલી દેવે, પુત્ર પિતાની આજ્ઞા મસ્તકે ચઢાવે એમ, મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયેલા નાગિલમિત્રની આજ્ઞા પહેષભેર સ્વીકારી અને નંદીશ્વર દ્વીપની યાત્રાથી