________________ શ્રી અભય કુમાર મોરનું જીવન ચરિત્ર ( 4) * કેમકે એક સાધારણ નૃપતિની આજ્ઞાનું ઉલ્લંધન થઈ શકતું નથી તે સુરેન્દ્રની આજ્ઞાને લેપ કેમ થાય? ત્યાં એ બેઉ યક્ષિ ઓએ પોતાના સ્વામી વિદ્યુમ્ભાલીને કહ્યું- હે નાથ, તમે વસુદેવની જેમ સદ્ય પટ૭ બજાવવા માંડે. એ સાંભળી મને પણ આજ્ઞા કરનાર કેાઈ જગતને વિષે છે શું ?" આમ ગર્વ સહિત એણે હુંકાર કર્યો. પણ એ હુંકાર કરતો રહ્યો અને પટ ઉચકાઈને, પુત્ર પિતાને કઠે વળગે એમ એને ગળે લાગી ગયો. વિદ્યુમ્માલીએ પટડ ઉતારી કાઢી નાંખવાનું કહ્યું, પરંતુ એક સુશિષ્ય નિર્ભને પામ્યા છતાં ગુરૂની સન્નિધિથી ખસે નહીં એમ એ એને ગળેથી ખસ્યા નહીં. એટલે એ યુદ્ધમાંથી નાસી આવેલા ક્ષત્રિયની જેમ અથવા શિક્ષા પામેલા વાદીની જેમ લજવાઈ જઈ નીચું જોઈ રહ્યો. એ પરથી એની સ્ત્રીઓએ એને કહ્યું–પ્રિય ! લજા છેડે, પંચશેલના અધિપતિઓ પરાપૂર્વથી એ કરતાજ આવ્યા છે. પત્નીઓએ આ પ્રતિબોધ આપીને એની પાસે રૂચિવિના પણ પટલ વજડા અથવા તે બાળકને પણ બળાત્કારે કટુ ઔષધ કયાં નથી પાવામાં આવતું ? સ્ત્રીઓ મધુર સ્વરે ગાન કરતી હતી એમની સાથે તાલમાં પટહ વજાડો વજાડતો ચાલતે વિદ્યુમ્માલી દેવતાઓની નિકટમાં પહોંચે. આહા? જે સંગીતક કરીને માનવીઓ દ્રવ્ય મેળવે છે એ સંગીતક આવા આભિયોગિક દેવતાઓને મુધા-મફત કરવું પડે છે–એ એક વિચિત્રતાજ છે. ' હવે દેવ સમાજને વિષે વિઘન્માલીદેવને મિત્ર નાગિલ દેવ પણ આવ્યો હતો. એ પૂર્વભવના નેહને લીધે એને મળી વાતચિત કરવા આવ્યું. વિદ્યમાલી તો એનું તેજ જોઈ સહન કરી શકાય નહી; અત્યન્ત કપિલ માનવી સૂર્યનું તેજ ખમી શકતા નથી એમ. એટલે જાણે શત્રુના સૈન્યના ભયથી જ હોયની એમ એ નાસી જવા લાગ્યું. તેથી એ અશ્રુતદેવે પ્રભાત સમયના દીપકની જેમ પિતાનું તેજ સંહયું અને વિદ્યુમ્ભાલીને પૂછયું કે હે દેવ, કંઈ ઓળખાણ પડે છે કે નહીં? પેલાએ ઉત્તર આપે-હું એ ક્યાંનો ગર્ભ શ્રીમંત કે તમારા જેવા સુરેન્દ્ર સમાન દેવને ન જાણું? પણ એને